મંદિરનો પુજારી એ પુજારી જ કહેવાય, એ પોતાને ભગવાન માનવા માંડે તે ન ચાલેઃ ભાજપ MP

સાળંગપુર વિવાદમાં હવે ભાજપના ગુજરાત રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યુ કે, હું મારુતિ નંદનનો પરમ ભક્ત છું અને મારું માનવું છે કે સાળંગપુર મંદિરના વિવાદાસ્પદ ભીંતચિત્રોને દુર કરવા જોઇએ. મંદિરનો પુજારી એ પુજારી જ કહેવાય, એ પોતાને ભગવાન માનવા માંડે તે ન ચાલે. રામ મોકરીયા જાણીતી કુરિયર કંપની શ્રી મારુતિ કુરિયરના ચેરમેન પણ છે. ભાજપના રાજ્યસભા સાંસંદ મોકરીયાએ આગળ કહ્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દુર રહેવું જોઇએ. વિવાદને કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે. સાળંગપુર મંદિરના એ વિવાદિત ભીંતચિંત્રોને દુર કરવા જોઇએ. શંકરાચાર્યથી મોટું કોઇ નથી, તેમની અપીલ સૌએ માનવી જોઇએ. હિંદુ સમાજમાં ભાગલા પડે અને તેનો બીજું કોઇ લાભ લઇ જાય તેવું ન કરવું જોઇએ.

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાંઆવેલા મ્યૂરલમાં હનુમાનજી સ્વામીનારાયણને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો અનેક સાધુસંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. છેલ્લાં ત્રણેક દિવસથી ચાલી રહેલા વિવાદમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, છતા શનિવારે એક હનુમાન ભક્ત મંદિર પરિસરમાં ઘુસી ગયો હતો અને ભીંતચિત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભીંતચિત્રો પર કાળા કલરથી પોતું પણ ફેરવી દીધું હતું. પોલીસે એની ધરપકડ કરી લીધી છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાને સ્વામીનારાયણ ભગવાનને પગે લાગતા ભીંતચિત્રથી વકરેલા વિવાદમાં શનિવારે એક ભક્ત કુહાડી લઇને ઘુસી જતા ભારે ચર્ચા જાગી છે. નવાઇની વાત એ છે કે વિવાદ પછી પોલીસનો કાફલો મંદિરની આજુબાજુ બંદોબસ્ત માટે ગોઠવી દેવાયો હતો છતા એક ભક્તે મંદિર પરિષરમાં ઘુસીને હનુમાન દાદા વાળા એ ભીંતચિંત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચિત્રો પર કાળું કપડાથી પોતું મારી દીધું હતું. ભક્તને પરિસરમાં જોઇને પોલીસ હેબતાઇ ગઇ હતી અને તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.

બોટાદના SP કિશોર બલોળિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મંદિર પરિસરમાં ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઇ છે. હર્ષદ ગઢવી ગઢડા તાલુકાના ચારણકીનો રહેવાસી છે.SPએ કહ્યુ કે મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો છે, પરંતુ મંદિરની વિશાળ જગ્યા છે અને બાજુમાં પાર્કિંગ અને ગાર્ડન છે. હર્ષદ ગાર્ડનમાંથી છુપાઇને હનુમાનદાદાની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પ્રતિમાને હવે વાંસથી કોર્ડન કરી દેવામાં આવી છે અને જે કાળો કલર લગાવવામાં આવ્યો છે તેને દુર કરવામાં આવી રહ્યો છે.

પોલીસે કહ્યું કે હર્ષદ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે બીજું કોઇ હતું કે કેમ અને તે મંદિર પરિષરમાં કેવી રીતે પહોંચ્યો તે વિશેની તપાસ કરવામાં આવશે. સાળંગપુર મંદિર તરફથી ફરિયાદ આપવામાં આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

SP એ કહ્યુ કે કોઇ પણ વિવાદનો ઉકેલ સંવાદથી લાવવો જોઇએ. જો ભીંતચિત્ર મુદ્દે વિવાદ હોય તો મંદિર મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરીને ઉકેલ લાવવો જોઇએ. કોઇ વ્યકિત આ રીતે કાયદો હાથમાં લે તે વાત યોગ્ય નથી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.