રાજકોટમાં 6 દિવસથી પોઝિટિવ કેસ શૂન્ય

રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી.

આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63,706 થયો છે. જે સામે કુલ 63,203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેરમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવમાં 16,545 લોકોએ વેક્સીન લીધી હતી.ગઈકાલે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે શહેરમાં યોજાયેલી કોરોના વેક્સીનેશન ડ્રાઇવમાં પ્રથમ ડોઝમાં 412, બીજા ડોઝમાં 9964 અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝમાં 5778 લોકોએ વેક્સીન લીધી હતી. આમ ત્રણેય ડોઝમાં કુલ 16,154 લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી.

આ કામગીરી શહેરના 22 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવી હતી.1.44 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી. રાજકોટ શહેરમાં મનપા દ્વારા આજે ખાસ વેક્સીનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં કોરોનાથી બચવા માટેની વેક્સીન વધુમાં વધુ લોકો લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 વર્ષથી વધુ વયના 1.44 લાખ લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો 62,367ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો બાકી છે, જે માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.રાજકોટ શહેરમાં 60 વર્ષથી વધુ વયના 37,115, ફ્રન્ટલાઈન વોરીયર્સ 16,712 અને 8,540 હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે પ્રિકોશન ડોઝ આપવાનો બાકી છે.

પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરીઆજ રોજ સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધીમાં 50,000ને વેક્સીન લગાવવી તેવો ટાર્ગેટ છે. હાલ સેકન્ડ ડોઝ અને પ્રીકોશન ડોઝ સહીત 2,06,367ને વેક્સીન લેવાની બાકી છે. જે માટે હાલ મનપા કમિશ્નરના આદેશથી 150 કર્મીઓએ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના વેક્સીનમાં બાકી રહી ગયેલા લોકોને આજે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી છે.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.