- Tech & Auto
- લાખો લોકોની જિંદગી બનાવનાર દેશના એક વૈજ્ઞાનિકને 6 વખત નોબેલ મળતા રહી ગયો હતો
લાખો લોકોની જિંદગી બનાવનાર દેશના એક વૈજ્ઞાનિકને 6 વખત નોબેલ મળતા રહી ગયો હતો

તમે દેશની અસાધારણ પ્રતિભા ધરાવનારા એપીજે અબ્દુલ કલામ અને ચંદ્રશેખર વેંકટ રમણના નામ સાંભળ્યા હશે? પરંતુ એક વૈજ્ઞાનિક એવા પણ હતા, કે જેમના વિશે લોકો ઓછું જાણે છે. આ વૈજ્ઞાનિક એવા હતા કે તેમને 6 વખત નોબેલ પારિતોષિક મળતા મળતા રહી ગયો હતો. આ વૈજ્ઞાનિકનું દેશના લાખો લોકોની જિંદગી બચાવવમાં મોટું યોગદાન હતું.
ડો. ઉપેન્દ્ર બ્રહ્મચારી બંગાળના પ્રમુખ ડોકટર અને વૈજ્ઞાનિક હતા. 1929 અને 1942 કુલ 6 વખત નોબેલ પારિતોષિક માટે તેમનું નામ નોમીનેટ થયું હતું. પરંતુ તેમને નોબેલ પારિતોષિક ન મળ્યો.
ડો. ઉપેન્દ્ર્ બંગાળના જાણીતા ડોકટર અને વૈજ્ઞાનિક હતા. તે જમાનામાં કાળો તાવ કરીને એક જીવલેણ મહામારી ફેલાઇ હતી. લોકો ટપોટપ મરી રહ્યા હતા. ડો. બ્રહ્મચારીએ તેમની જિંદગીના20 વર્ષ આ બિમારીની દવા શોધવામાં કાઢ્યા અને તેમણે યુરિયા સ્ટિબામાઇન નામની દવા શોધી હતી જેને કારણે લોકો મરતા અટકી ગયા હતા.