ડ્રાઇવિંગ લાઇસન્સ માટે RTOમાં ટેસ્ટ આપવાની જરૂર નથી! સરકારે બદલી દીધો નિયમ

ડ્રાઇવિંગ લાઇસન્સ એક એ ડોક્યૂમેન્ટ છે જે તમને વાહન ચલાવવાની મંજૂરી આપે છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખતા દરેક દેશના પોત પોતાના નિયમ હોય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પણ દરેક દેશે પોત પોતાના પ્રમાણ નક્કી કર્યા છે. આજે અમે તમને એવા જ નિયમની જાણકારી આપવાના છે જે 1 જૂનથી લાગૂ થઈ ગયો હતો. હવે નવો નિયમ આવ્યો છે તો આખી પ્રોસેસ પણ નવી થવાની છે. આ નિયમ કેટલાક લોકો માટે સરળ પણ રહેવાના છે તો કેટલાક માટે મુશ્કેલ.

નવા નિયમે સૌથી વધુ ધ્યાન ખેચ્યું છે કેમ કે હવે અરજીકર્તાએ RTO જઈને લાઇસન્સ માટે અરજી કરવી નહીં પડે. એવું અમે એટલે કહી રહ્યા છીએ કેમ કે તેના માટે એકદમ અલગ નિયમ સેટ કરવામાં આવ્યા છે. તમે પણ આ નિયમોનું પાલન કરી શકો છો. આજે અમે તમને આ આખી પ્રોસેસથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ. તો ચાલો જાણીએ. ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રોસેસને સરળ બનાવવા માટે સરકારે 1 જૂન 2024થી નિયમોમાં બદલાવ કરી દીધો હતો.

નિયમોમાં બદલાવ રોડ અને પરિવહન મંત્રાલય તરફથી કરવામાં આવ્યો છે. હવે અરજીકર્તા પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકે છે. જ્યારે પહેલા નિયમ હતો કે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે RTO જ જવું પડતું હતું. હવે તેમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે. RTO પહોંચ્યા બાદ લોકોએ તેના માટે ખૂબ રાહ જોવી પડતી હતી. લાંબી લાઈનોના કારણે ઘણા દિવસ બાદ અપોઇન્ટમેન્ટ મળતી હતી જે યોગ્ય સાબિત થતી નહોતી. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની મદદથી ટેસ્ટ અને લાઇસન્સ એલિજિબિલિટી સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે.

આ બધા દસ્તાવેજોના આધાર પર જ હવે લોકોને લાઇસન્સ જાહેર કરવામાં આવશે. એ ઘણા હિસાબે ખૂબ મહત્ત્વ ધરાવે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાઈ કરવા માટે તમારે https://parivahan.gov.in/ પર જવું પડશે. એ સિવાય પોતે પણ RTO જઈને અરજી કરી શકો છો. ફીસ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અલગ અલગ છે. આ ફીસ લાઇસન્સના પ્રકાર પર નિર્ભર કરે છે. ડ્રાઇવિંગ સ્કિલ અને લાઇસન્સ અપ્રૂવલના આધાર પર જ તમારે એ ચૂકવણી કરવી પડશે. એ અલગ અલગ પણ હોય શકે છે.

લાઇસન્સ ફીસ

લર્નર લાઇસન્સ (Form 3): 150

લર્નર લાઇસન્સ ટેસ્ટ (રી ટેસ્ટ): 50 રૂપિયા

ડ્રાઇવિંગ ટેસ્ટ (રી ટેસ્ટ): 399 રૂપિયા

ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર: 200 રૂપિયા

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ: 1000

અન્ય વ્હીકલ ક્લાસને લાઈસન્સમાં એડ કરાવવા માટે ફીસ: 500

ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ: 200 રૂપિયા

લેટ રિન્યૂ: 300+ 1000 રૂપિયા પ્રતિવર્ષના હિસાબે ચૂકવણી.

મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવું પણ ખૂબ ભારે પડી શકે છે. તેમાં સગીર દ્વારા ડ્રાઇવિંગ કરતા પકડાવા પર 25 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. એવામાં ખૂબ જરૂરી છે કે તમે તેમાં દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખો. ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. તેમાં આલ્કોહોલનું સેવન કરીને ગાડી ચલાવવા પર જપ્ત કરી શકાય છે. એવામાં ખૂબ જરૂરી છે કે તમે દરેક વસ્તુનું ખૂબ સૂક્ષ્મતથી ધ્યાન રાખો.

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.