- Tech and Auto
- Heroએ ગ્લેમરનું નવું મોડેલ X 125 લોન્ચ કર્યું, 'ફ્યુચરિસ્ટિક' છે બાઇકના ફીચર્સ
Heroએ ગ્લેમરનું નવું મોડેલ X 125 લોન્ચ કર્યું, 'ફ્યુચરિસ્ટિક' છે બાઇકના ફીચર્સ
હીરો મોટોકોર્પે સ્થાનિક બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કરીને ગ્લેમર X 125 લોન્ચ કર્યું છે. આ બાઇક બે વેરિઅન્ટ, ડ્રમ અને ડિસ્કમાં લોન્ચ કરવામાં આવી છે. ગ્લેમર X 125ની શરૂઆતની કિંમત 90,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઇક ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ સાથે આવે છે. હીરોની આ બાઇકમાં 5 કલર વિકલ્પો આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, બજારમાં ઉપલબ્ધ 125cc સેગમેન્ટમાં આ સૌથી ફ્યુચરિસ્ટિક બાઇક છે.
ગ્લેમર X 125ના ડ્રમ મોડેલની એક્સ-શોરૂમ કિંમત 89,999 રૂપિયા છે અને ડિસ્ક વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. બાઇકમાં 124.7cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન લાગેલું છે, જે 11.5hp પાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે. ગ્લેમર X 125ની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં કિક અને સેલ્ફ-સ્ટાર્ટ બંને છે. મતલબ કે, નોસ્ટાલ્જીયા અનુભવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, આજકાલ બાઇકમાં કિક સ્ટાર્ટ વિકલ્પ ભાગ્યે જ જોવા મળે છે.
ગ્લેમર X 125માં ક્રુઝ કંટ્રોલ (સ્પીડ કંટ્રોલ) જેવી સુવિધા પણ છે, જે અત્યાર સુધી ફક્ત પ્રીમિયમ વાહનોમાં જ ઉપલબ્ધ હતી. પરંતુ પહેલીવાર 125cc એન્જિનવાળી બાઇકમાં આ સુવિધા આપવામાં આવી છે. અહીં અમે તમને જણાવી દઈએ કે, ક્રુઝ કંટ્રોલ ફીચર એક્સિલરેટર પેડલ દબાવ્યા વિના ચોક્કસ ગતિ જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં રાઇડ-બાય-વાયર થ્રોટલ (ઇલેક્ટ્રોનિક થ્રોટલ બોડી) અને 3 રાઇડ મોડ્સ (ઇકો, રોડ અને પાવર) પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કટોકટીની પરિસ્થિતિઓમાં પેનિક બ્રેક એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
કંપનીનું કહેવું છે કે, આ બાઇકમાં વિશ્વની પ્રથમ લૉ બેટરી કિક સ્ટાર્ટેબિલિટી ટેકનોલોજી આપવામાં આવી છે, જે એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક રાઇડ આસિસ્ટ (AERA) દ્વારા સંચાલિત છે. અહીં તમને જણાવી દઈએ કે, તેમાં સિંગલ ચેનલ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી નથી.
ગ્લેમર X 125નો લુક થોડો સ્પોર્ટી છે. તેમાં 'H' આકારનો હેડલેમ્પ અને LED ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ગિયર પોઝિશન એડવાઇઝરી, ફ્યુઅલ એફિશિયન્સી ડેટા અને એમ્બિયન્ટ સેન્સર સાથે બ્રાઇટનેસ એડજસ્ટર ઉપલબ્ધ છે. બાઇકમાં USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટની સુવિધા પણ છે. આ સાથે, સીટની નીચે અંડરસીટ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે, જેમાં તમે તમારો સામાન રાખી શકો છો.
અહીં તમને જણાવી દઈએ કે, આ બાઇક 5 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં મેટ મેગ્નેટિક સિલ્વર, કેન્ડી બ્લેઝિંગ રેડ, મેટાલિક નેક્સસ બ્લુ, બ્લેક ટીલ બ્લુ અને બ્લેક પર્લ રેડ રંગોનો સમાવેશ થાય છે. ગ્લેમર X 125નું બુકિંગ તમામ હીરો ડીલરશીપ અને ઓનલાઇન શરૂ થઈ ગયું છે. તેનું વેચાણ પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

