શું ભારતમાં ફરી શરૂ થશે ટીક ટોક? અમેરિકામાં ચીન પાસે વેચાવીને જ રહ્યા ટ્રમ્પ

વિશ્વવિખ્યાત વિડીયો એપ TikTok અંગે એક મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. લાંબા સમયથી પ્રતિબંધની લટકેલી તલવારના કારણે TikTokએ આખરે શરણાગતિ સ્વીકારી લીધી છે! હવે TikTok વેચાઈ ગયું છે! અમેરિકન રોકાણકારો સાથે એક સ્પિન-ઓફ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કંપનીના CEO, Shou Ji-Chewના જણાવ્યા અનુસાર, TikTok હવે અમેરિકામાં એક નવી કંપની તરીકે કામ કરશે, જેનું નિયંત્રણ અમેરિકનો દ્વારા કરવામાં આવશે. આ મોટા ફેરફાર પછી, હવે સોશિયલ મીડિયા પર એક જ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે, જો અમેરિકામાં કોઈ ઉકેલ શોધી શકાય છે, તો શું TikTokનું ભારતમાં પણ પરત ફરવું શક્ય છે? શું ByteDance સાથેનો આ કરાર ભારત સરકારના કડક વલણને નરમ બનાવી શકે છે? તો ચાલો અમે તમને આ સમાચારની વિગતવાર માહિતી આપી દઈએ.

TikTok-US-Deal1
financialexpress.com

TikTokના CEO Shou Ji-Chewએ એપ પરનો પ્રતિબંધ હટાવવા માટે અમેરિકન રોકાણકારોના જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ સાથે, USAમાં TikTok પર પ્રતિબંધનો ખતરો ટળી ગયો હોય તેવું લાગે છે.

તમારી માહિતી માટે, અહીં તમને બતાવી દઈએ કે, USમાં ટ્રમ્પ વહીવટીતંત્રે જાન્યુઆરીમાં એક કાયદો પસાર કર્યો હતો, જેમાં ટિકટોકની પેરેન્ટ કંપની, બાઈટડાન્સને તેનો US બિઝનેસ અમેરિકન કંપનીને વેચવા અથવા પ્રતિબંધનો સામનો કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હવે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમર્થિત આ નવા સોદા દ્વારા, ટિકટોક એક નવી US એન્ટિટી તરીકે કાર્ય કરશે.

CEO Shou Ji-Chewએ સોદા પછી કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ નવા ટિકટોક US સંયુક્ત સાહસ અંગે રોકાણકારો સાથે સોદો કરી ચૂક્યા છે. આનાથી 17 કરોડથી વધુ US નાગરિકો સમુદાયનો ભાગ રહી શકશે.

TikTok-US-Deal3
hindi.moneycontrol.com

આ નવી ટિકટોક કંપનીમાં સાત સભ્યોનું એક બોર્ડ હશે, જેમાં મોટાભાગે અમેરિકન હશે. ઓરેકલ, સિલ્વર લેક અને અબુ ધાબી સ્થિત MGX સંયુક્ત સાહસનો 50 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે બાઈટડાન્સ રોકાણકારો ફક્ત 30 ટકા હિસ્સો ધરાવશે, અને ટિકટોકની પેરેન્ટ કંપની, બાઈટડાન્સ 20 ટકા હિસ્સો ધરાવશે.

ઓરેકલ ટિકટોક માટે આ નવા સંયુક્ત સાહસમાં વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર તરીકે કાર્ય કરશે. સરળ શબ્દોમાં કહીએ તો, ઓરેકલ કંપનીનું ઓડિટ કરવા માટે જવાબદાર રહેશે. આ સોદો 22 જાન્યુઆરીએ બંધ થવાની ધારણા છે. આનાથી રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર બાઈટડાન્સ પર તેના US વ્યવસાયને વેચવા માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા દબાણનો પણ અંત આવશે.

TikTok-US-Deal
economictimes.indiatimes.com

હવે જ્યારે ટિકટોકની ચીની પેરેન્ટ કંપની, બાઈટડાન્સે ટિકટોકમાં તેનો હિસ્સો ઘટાડી દીધો છે અને એક અલગ US એન્ટિટી તરીકે કામ કરવા માટે તૈયાર છે, ત્યારે ભારતમાં તેના પાછા ફરવા અંગે અટકળો ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટિકટોકનું ઈન્ડિયા પેજ આ વર્ષે ઓગસ્ટમાં ફરીથી સક્રિય થયું હતું, જેનાથી વપરાશકર્તાઓમાં તેના પાછા ફરવા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે, તે સમયે, સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટિકટોક અંગે વર્તમાન સરકારી નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.