WhatsAppમાં વોઇસ અને વીડિયો કોલ માટે આવ્યા 3 નવા ફીચર્સ

WhatsApp દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ચેટિંગથી લઈને, વોઇસ કોલિંગ અને વીડિયો કોલિંગ માટે તેનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. આજે WhatsApp આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે અને લગભગ 3.5 અબજ લોકો તેનો ઉપયોગ તેમના ફોન પર કરે છે. યુઝર્સને નવો અનુભવ આપવા માટે, કંપની નવા નવા ફિચર્સ લાવે છે. આ દરમિયાન, WhatsApp એ બીજુ એક ફિચર્સ રોલ આઉટ કર્યું છે.

વોટ્સએપે 2025 ના શરૂઆતી 3 મહિનામાં ઘણા ફિચર્સ લોન્ચ કર્યા છે. બીજી તરફ, તે આવા ઘણા ફિચર્સ પર કામ કરી રહ્યું છે જે આગામી મહિનાઓમાં ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. આ દરમિયાન, WhatsApp કોલિંગ અને વીડિયો કોલિંગ માટે એક નવું ફીચર લાવ્યું છે. જો તમે WhatsApp પર વોઇસ કોલ કે વીડિયો કોલ કરો છો, તો હવે તમને એક નવો અનુભવ મળશે.

whatsapp1
t3.com

WABetainfo એ શેર કરી વિગતો 

વોટ્સએપના આગામી ફીચર વિશેની માહિતી લોકપ્રિય વેબસાઇટ WABetainfo દ્વારા શેર કરવામાં આવી છે. WhatsAppનું આગામી ફીચર ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ લેટેસ્ટ WhatsApp beta for Android 2.25.10.16 updateમાં  જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે WhatsApp વીડિયો કોલ અને વોઇસ કોલ માટે ત્રણ નવા ફીચર્સ લાવી રહ્યું છે. હાલમાં, કંપનીએ બીટા યુઝર્સ માટે આ ફિચર્સ રોલઆઉટ કર્યા છે.

મળશે મ્યૂટ બટન ફિચર્સ

WABetainfo દ્વારા WhatsAppના આ આગામી ફીચર્સનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. વોટ્સએપ યુઝર્સને મળનારી પહેલુ ફિચર્સ મ્યૂટ બટન છે જે તેમને ઇનકમિંગ વોઇસ કોલ નોટિફિકેશનને મ્યૂટ કરવાની મંજૂરી આપે છે. વોટ્સએપનું આ ફિચર્સ યુઝર્સને માઇક્રોફોન મ્યૂટ કરીને કોલ ઉપાડવાની સુવિધા આપે છે.

whatsapp
techysnoop.com

વીડિયો કૉલ્સ કરી શકાશે બંધ

વોટ્સએપ યુઝર્સને વીડિયો કોલિંગ દરમિયાન એક નવું ફિચર મળવાનું છે. એકવાર રોલઆઉટ થયા પછી, WhatsApp નું નવું ફિચર યુઝર્સને વીડિયો કોલ ઉપાડતા પહેલા વીડિયો બંધ કરવાની મંજૂરી આપશે. પહેલા, યુઝર્સને કૉલ ઉપાડ્યા પછી કેમેરા બંધ કરવો પડતો હતો, જે થોડો અસુવિધાજનક હતો, પરંતુ હવે યુઝર્સ કૉલ ઉપાડતા પહેલા પણ વીડિયો બંધ કરી શકશે. WhatsApp ટૂંક સમયમાં તેના ગ્રાહકોને તેમના વીડિયો કોલમાં ઇમોજી રિએક્શનની મંજૂરી આપશે. આ એક એવી સુવિધા છે જે યુઝર્સને વીડિયો કૉલ દરમિયાન રિયલ ટાઈમમાં પ્રતિક્રિયા આપવાની મંજૂરી આપશે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.