- Tech and Auto
- Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે
Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે
ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણી નવી ફિલ્મો પહેલાથી જ થિયેટરોમાં આવી ગઈ છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં મફતમાં ફિલ્મો જોવાનું વિચારી રહ્યા છો, તો ખૂબ જ મોંઘુ પડી શકે છે. ઘણા મોબાઇલ યુઝર્સ તેના માટે Pikashow જેવી એપ્લિકેશનોનો આશરો લઇ રહ્યા છે.
ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી Cyber Dost I4Cએ જણાવ્યું છે કે, મફતમાં ફિલ્મો જોવાની લાલચ મોંઘી પડી શકે છે. Cyber Dost I4Cએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે અને જણાવ્યું કે મફત ફિલ્મોની લાલચમાં પોતાના ડેટા અને સુરક્ષાને જોખમમાં ન નાખો. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એક પ્રકારનો ગુનો છે.
https://twitter.com/Cyberdost/status/2002311648355496213?s=20
Cyber Dost I4Cએ જણાવ્યું છે કે, પાઇરેટેડ ફિલ્મો પ્રદાન કરાવનારી એપ્સ જેમ કે Pikashow એપ સુરક્ષિત નથી. પોસ્ટમાં જણાવાયું છે કે લાખો યુઝર્સ તેનો ઉપયોગ કરીને પોતાના ડેટાને જોખમમાં નાખી રહ્યા છે. Cyber Dost I4Cએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, મફતમાં ફિલ્મો પ્રોવાઈડ કરાવનારી એપ્લિકેશનો ઇન્સ્ટોલ થયા બાદ તમારા સ્માર્ટફોનમાં મેલવેર અને સ્પાયવેર નાખી શકે છે.
બેંકિંગ માહિતી વગેરે લીક કરી શકે છે જેમાં લોગઇન ID અને પાસવર્ડ વગેરે લીક કરી શકે છે. આનાથી તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. પોસ્ટમાં જણાવાયું છે કે પાઇરેટેડ ફિલ્મો અથવા સામગ્રી જોવા માટે એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે. તેના કારણે તમારે કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે.

