11 હુનર હામાં ભાગ લેનારું રાજકોટનું દોશી દંપતિ, KBCમા બીગ બીએ કર્યા હતા વખાણ

સુરતના 'હુનર હાટ'માં સરકારના 'વોકલ ફોર લોકલ' તેમજ 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને નવી દિશા તરફ લઈ જતા દેશ-વિદેશના હુનરબાજોએ બનાવેલી માટીની વસ્તુઓ, એમ્બ્રોઈડરી, ઈન્ટીરિયર, પ્લાસ્ટિકફ્રી પેપર બેગ જેવી અનેકવિધ વસ્તુઓ સુરતીઓની પ્રિય બની છે. આ કલાકારોનું હુનર અદ્દભુત અને કાબિલેદાદ છે. આવા જ રાજકોટના એક હુનરબાજ દંપતિ 44 વર્ષીય ભાવેશ દોશી અને 42 વર્ષીય મિનલબેન દોશી સુરત આવીને પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી રહ્યાં છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી હસ્તકલાના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમણે આજ દિન સુધી દેશના વિવિધ 60 થી 70 એક્ઝિબીશનમાં ભાગ લઈ તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. જેમની પ્રોડક્ટસને 'કૌન બનેગા કરોડપતિ'-કે.બી.સી ના સ્ટેજ પર બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન કલ્ચર (ઉદયપુર અને ગોવા), ઇન્ડેક્સ-સી તેમજ ગુજરાત મહિલા આર્થિક નિગમના અનેક એક્ઝિબીશનમાં ભાગ લેનાર મિનલબેન જણાવે છે કે, વર્ષ 2016 માં દિલ્હી ખાતે મેં અને મારા પતિએ પ્રથમવાર 'હુનર હાટ'માં ભાગ લીધો હતો, આજે સુરતમાં અમારો આ 11મો 'હુનર હાટ' છે. મારા સાસુ-સસરા દ્વારા મને કલાનો વારસો મળ્યો છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, 'સાસુ-સસરા માટીના કોડીયા બનાવી દિવાળીમાં વેચાણ કરતાં હતા.

તેમના આ વ્યવસાયને વર્ષ 2006માં અમે બંનેએ આગળ વધારતા માટીની બીજી પ્રોડક્ટ જેવી કે તોરણ, શો-પીસ, ઘર સજાવટની વસ્તુઓ, ફ્લેક્સિબલ વોટર ફાઉન્ટનને સ્ટોન અને કલર દ્વારા તૈયાર કરી વેચીએ છીએ. છેલ્લા 9 વર્ષથી અમારા વ્યવસાય સાથે અન્ય 10 થી 12 મહિલાઓ જોડાઈ સ્વનિર્ભર બનીને રોજગારી મેળવી રહી છે એમ તેઓ જણાવે છે.

 વર્ષ 2020માં 10માં ધોરણમાં 89 ટકા મેળવનાર મિનલબેનની 17 વર્ષીય પુત્રી આયુષી દોશી હાલ ધો.11 સાયન્સ (બાયોલોજી)માં અભ્યાસ કરે છે. તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતાપિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે. આયુષી જણાવે છે કે, 'મને જેટલો સ્ટડી સાથે પ્રેમ છે, એટલો જ ઝૂકાવ કલા પ્રત્યે પણ છે. અભ્યાસ સિવાયના સમયમાં હું માતા-પિતાને કામમાં હેલ્પ કરૂ છું. આ સાથે મને પેઈન્ટિંગ, ટ્રાવેલિંગ અને ડાન્સનો પણ શોખ છે. હું છેલ્લા 5 વર્ષથી કથ્થક ડાન્સ કરી રહી છું, તેમજ શાળાના એન્યુઅલ ફંકશનમાં પણ કથ્થક નૃત્ય રજૂ કરૂ છું. ભવિષ્યમાં પણ નેશનલ-ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અને બાયોલોજીના પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે તેમ આયુષીએ ઉમેર્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.