- Assembly Elections 2023
- રાજસ્થાનમાં કોંગ્રેસની હારના 5 કારણો
રાજસ્થાનમાં કોંગ્રેસની હારના 5 કારણો

રાજસ્થાનમાં છેલ્લાં 25 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાઇ જવાની જે પરંપરા છે તે યથાવત કરી છે અને કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે અને ભાજપ રાજસ્થાનમાં સત્તા મેળવી છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ આ 5 કારણોને લીધે હારી ગઇ છે.
(1) અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે ખેંચતાણ થઇ તેની કાર્યકરો પર અવળી અસર પડી. કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર નહોતો કર્યો, પરંતુ ગેહલેતો જ મુખ્યમંત્રી બને તેવો માહોલ હતો. એટલે સચિન પાયલોટના સમર્થકો નારાજ હતા. બીજ તરફ ભાજપે જૂથવાને સારી રીતે હેન્ડલ કરી લીધો હતો.
(2) રાજસ્થાનમાં અશોક ગેહલોતની મદદે કોંગ્રસેનું હાઇ કમાન્ડ આગળ આવ્યું નહોતું અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં અનેક જગ્યાએ પ્રચાર કર્યો હતો.
(3) રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે એ વાતનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉછાળ્યો હતો. જેને કારણે મહિલાઓનો ભાજપને સાથ મળ્યો.
(4) અશોક ગેહલોતો 7 ગેરંટી શરૂ કરી હતી જેનો યુવાનો પર કોઇ પ્રભાવ નહોતો પડ્યો.
(5) ટિકીટ વહેંચણીમાં કોગ્રેસના ધારાસભ્યો અને કેટલાંક ગેહલોતના સમર્થકોમાંથી કેટલાં ટિકીટ મળી નગોતી આ બધા બળવાખોરોએ કોગેંસને મોટું નકશાન પહોંચાડ્યું હતું. બીજી તરફ ભાજપે પોતાના બળવાખોરોને મનાવી લીધા હતા.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
