- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ - 6-8-2025
વાર - બુધવાર
આજની રાશિ- ધન
ચોઘડિયા, દિવસ
લાભ 06:15 - 07:53
અમૃત 07:53 - 09:30
કાળ 09:30 - 11:07
શુભ 11:07 - 12:44
રોગ 12:44 - 14:22
ઉદ્વેગ 14:22 - 15:59
ચલ 15:59 - 17:36
લાભ 17:36 - 19:13
ચોઘડિયા, રાત્રિ
ઉદ્વેગ 19:13 - 20:36
શુભ 20:36 - 21:59
અમૃત 21:59 - 23:22
ચલ 23:22 - 24:45
રોગ 24:45 - 26:07
કાળ 26:07 - 27:30
લાભ 27:30 - 28:53
ઉદ્વેગ 28:53 - 30:16
રાહુ કાળ 12:44 - 14:22
યમ ઘંટા 07:53 - 09:30
અભિજિત 12:18 - 13:10
મેષ - તમારી પ્રતિભા લોકોમાં દેખાશે, તમારા કામની કદર થાય, આવકમાં વૃદ્ધિ થાય, વિષ્ણુ ભગવાનના દર્શન અવશ્ય કરવા.
વૃષભ - આર્થિક દૃષ્ટિએ સારો દિવસ, ખાવા પીવામાં ધ્યાન રાખવું, ચંદનનું તિલક કરી બહાર નીકળવું.
મિથુન- પતિ પત્ની વચે વિવાદ થઈ શકે છે, વણી પર સંયમ રાખો, ધંધા માટે સારો દિવસ, કુળદેવીનું નામ લેવાથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
કર્ક - પતિ કે પત્ની સાથેના સંબંધ મધુર બનાવવા, ખોટા ખર્ચ કરવામાં કાબુ રાખવો, જળાશય કે નદીના દર્શન અવશ્ય કરવા.
સિંહ- સમાજમાં માન પ્રતિષ્ઠા વધે તેવા કાર્ય થાય, બહારનું ભોજન લેવાનું ટાળો, ગરીબને દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
કન્યા- ઘરમાં આનંદ રહે, નોકરી ધંધામાં પ્રગતિ થાય, કુળદેવીના મંત્ર કરવાથી અટકેલા કામ પૂર્ણ થશે.
તુલા - યાત્રા પ્રવાસ સાચવીને કરવા, તમારા કામ ઉપર વધારે ધ્યાન આજે આપશો, દેવ સ્થાને અવશ્ય જવું મનની શાંતિ મળશે.
વૃશ્ચિક - તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે, આર્થિક સ્થિતિ સુધારી શકશો, ગણેશ મંત્રનો જાપ અવશ્ય કરીને બહાર નીકળવું.
ધન - ભાગીદારીના કામમાં ફાયદો થાય, ધંધા અને પૈસામાં વૃદ્ધિ થાય, ગાયમાતાના દર્શન કરવાથી સારા સમાચાર મળશે.
મકર - ભાગીદારો સાથે વિવાદ થવાની શક્યતા, વ્યર્થ ના ખર્ચ ન થાય કાળજી રાખવી, મહાદેવજી ને મંત્ર કરવાથી ભયનો નાશ થશે.
કુંભ - વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો દિવસ, નોકરી ધંધામાં ખાસ ધ્યાન આપવું, આજે ભસ્મનું તિલક કરશો તો દિવસ ઘણો સારો રહેશે.
મીન - નોકરી ધંધામાં આળસ ન કરવી, લાગણીઓનો ઉચિત જગ્યાએ દર્શાવવી, ઘરથી નીકળતા સૂર્યનારાયણ ના દર્શન કરવા, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

