- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 07-08-2025
વાર - ગુરુવાર
મેષ - વાણીમાં સંયમ રાખવો જરૂરી, દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ઘરથી બહાર નીકળવું.
વૃષભ - કોઈની પણ વાતને પૂરી સાંભળીને જ જવાબ આપશો, તમારી ભક્તિમાં વધારો થાય, ગળાના ભાગ ઉપર ચંદનનું તિલક કરી નીકળશો ધન લાભ થશે.
મિથુન - પોતાના ઉપર મહેનત કરવાનો દિવસ, કામ ધંધામાં પ્રગતિ થશે, ગણેશજીનું નામ લઈ ઘરથી બહાર નીકળો પ્રગતિ થશે.
કર્ક - કોર્ટ કચેરી બેંકને લગતા કામ કરી શકશો, તમારી વાણીની પ્રશંસા થાય સૂર્યનારાયણના દર્શન અવશ્ય કરશો.
સિંહ- તમારી મહેનતનું ઉચિત પરિણામ મળશે, બાળકોથી આનંદ, વિષ્ણુ ભગવાનનું નામ લઈ બહાર નીકળશો પરિસ્થિતિ મજબૂત બનશે.
કન્યા- તમારા નીતિ અને નિયમ તમને આજે પ્રગતિ અપાવશે, નોકરીમાં ખૂબ સારો દિવસ, ગાય માતાના દર્શન કરવાથી આનંદમાં રહેશો.
તુલા - ભાગ્ય આજે તમને સાથ આપશે, યાત્રા પ્રવાસ આનંદ દાયક નીકળે, માતાજીને પીળું પુષ્પ અવશ્ય અર્પણ કરશો.
વૃશ્ચિક - તમારી સલાહ લોકોને ફળદાઈ નીવડે, ધનમાં વૃદ્ધિ થવાથી આનંદ રહે, કૃષ્ણા ભગવાનના દર્શનથી લાભ થાય.
ધન - પતિ પત્ની વચે પ્રેમ વધે, આકસ્મિક કોઈ કામમાં રોકાઈ જવું પડે, હનુમાનજીના મંત્ર કે ચાલીસાનો પાઠ કરવો.
મકર - તમારા શત્રુઓ તરફ તમારું વલણ બદલાય, પતિ પત્નીના સંબધોમાં સુધારો લાવો, જમીન પરથી માટીનું તિલક કપાળ પર કરવું.
કુંભ - પ્રેમ સંબંધો મજબૂત થાય, ધન લાભ થવાની શક્યતા બને, ભગવાન મહાદેવનું નામ લેવુ આનંદ વાળો દિવસ રહે.
મીન - કામ ધંધામાં હજુ વધારે ધ્યાન આપો, ગાયને ભોજન કરાવવાથી દિવસ શુભ રહેશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

