- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 28-08-2025
વાર: ગુરુવાર
મેષ- પતિ પત્નીના સંબંધ મજબૂત બને, નોકરી ધંધામાં આનંદ રહે, ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી દિવસની શરૂઆત કરો.
વૃષભ - તમારી બચતમાં વધારો થાય, તમારા મિત્રવર્ગથી આનંદ રહે, પિતૃઓનું ધ્યાન કરી કામની શરૂઆત કરો.
મિથુન - વિદ્યા અભ્યાસમાં આજે સફળતા મળશે, આર્થિક લાભમાં વધારો થશે, મીઠી વસ્તુનું સેવન કરી કામની શરૂઆત કરો.
કર્ક - ઘર પરિવારમાં આનંદ રહે, આજે તમારી બુદ્ધિથી તમે કામ લેશો, આજે તમે ગણેશજીને ધૂપ અવશ્ય અર્પણ કરશો.
સિંહ - તમારું નસીબ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવે, તમારા સાહસથી આજે નવું કામ શરૂ કરી શકશો, ગુરુદેવનું નામ લઈ કામ શરૂ કરો.
કન્યા - તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે, ધાર્મિકતામાં વધારો થાય, સંત મહાત્મા કે ગુરુજનનું પ્રવચન આજના દિવસમાં ચોકસ સાંભળવું.
તુલા - નોકરી ધંધામાં આજે પ્રગતિ રહેશે, મનની અશાંતિને દૂર કરો, આજના દિવસમાં બ્રાહ્મણ કે સંત મહાત્માને દાન પુણ્ય ચોકસ કરજો.
વૃશ્ચિક - તમારી બચત વધારવાના પ્રયાસો સફળ થાય, દિવસ દરમ્યાન તમે સ્ફૂર્તિથી કામ કરી શકશો, ગણેશજીને પીળી વસ્તુ આજે અવશ્ય અર્પણ કરો.
ધન - સમાજમાં નામના પ્રતિષ્ઠામાં વધારો થશે, સુસ્તી કે બેચેનીથી દૂર રહો, ગણેશજીનું નામ લઈ ગોળ ખાઈ કામ શરૂ કરો.
મકર - ઘર પરિવારમાં આનંદ રહે, ભાગીદારથી આજે તમને સહાનુકૂળતા રહેશે, આજે નાની બાળાઓને મીઠી વસ્તુ ખવડાવો.
કુંભ - ભાઈ બહેન ના સંબંધો મજબૂત થાય, મોસાળ પક્ષથી આજે ફાયદો થાય, માં લક્ષ્મીનું ધ્યાન કરી કામ શરૂ કરો.
મીન - તમારી ધાર્મિકતામાં વધારો થશે, આજે બહાર ભોજનનો આનંદ માણી શકશો, ગાયના દર્શન કરો, ગણેશજીને દૂધનિ બનાવટ અર્પણ કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ

