- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 04-08-2025
વાર - સોમવાર
મેષ - તમારા ધનમાં વૃદ્ધિ કરતો દિવસ, પરિવારમાં વિવાદ ન થાય ધ્યાન રાખશો, આજે ચાંદીની વસ્તુ પાણીમાં ઊકળીને પીવાથી આનંદનું વાતાવરણ રહે.
વૃષભ - પત્ની સાથે વિવાદ ટાળવો, ભાગીદારીમાં નુકસાન થઈ શકે છે, ગળાના ભાગ ઉપર ચંદનના અત્તરથી તિલક કરો, અવશ્ય ધન લાભ થશે.
મિથુન - શરદી ખાંસી કે માથામાં દુખાવો થઈ શકે છે, તમારી બચતમાં વધારો થાય, ભગવાન ભૈરવનું ધ્યાન કરવાથી રોજગાર ધંધામાં વધારો થશે.
કર્ક - તમારા કર્મો અને સાહસનો લાભ મળશે, સંતાન પ્રત્યેની ચિંતા રહે, ભગવાન સૂર્યને પાણી ચડાવી નીચે પડેલા પાણીથી કપાળ પર તિલક કરો, માનસિક શાંતિ મળશે.
સિંહ- ધંધાકીય પ્રગતિનો દિવસ, નવા નિયમો તમારા જીવનમાં ફેલાઈ નીવડશે, ગળા અને જમણા કાન પર કેસરનું તિલક કરવું.
કન્યા- યાત્રા પ્રવાસમાં સહાનુકુળતા રહે, ધંધાકીય લાભ મેળવવામાં ચૂકી ન જાવ ધ્યાન રાખવું, ગરીબ સ્ત્રીને દાન આપવાથી દિવસ સારો રહે.
તુલા - આવકમાં વધારો કરવાના પ્રયાસ વધારો, ભગવાનની ભક્તિ માટે સારો દિવસ, બ્રાહ્મણ કે સાધુ સંતને દક્ષિણા આપવાથી દિવસ મજબૂત રહે.
વૃશ્ચિક - ઘર પરિવારની બાબતોમાં ખાસ ધ્યાન આપવું, વેર વૃતિ તમારામાં ન આવે ધ્યાન રાખજો, ભગવાન ગણેશજીને દુર્વા ચડાવવાથી જીવનમાં આનંદની પ્રાપ્તિ થશે.
ધન - તમારી બુદ્ધિથી હરીફ વર્ગને પરાસ્ત કરી શકશો, ધંધામાં પ્રગતિનો દિવસ, કેસરનું તિલક કપાળ પર કરી બહાર નીકળો, લાભ અવશ્ય થશે.
મકર - વિદ્યા અભ્યાસ બાળકો પર ધ્યાન આપી શકશો, ખોટા સાહસથી બચો, ઘરમાં ત્રાંબાના પાત્રમાં પાણી લઈ છાંટો નકારાત્મક ઉર્જા દૂર થશે.
કુંભ - નોકરી ધંધામાં વધુ ધ્યાન આપવું જરૂરી, આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, દેવસ્થાનમાં દેવ દર્શન અવશ્ય કરજો, સકારાત્મક ઉર્જામાં વધારો થાય.
મીન - નોકરી ધંધામાં પ્રગતિ, વ્યર્થના ભ્રમણ ટાળજો, હનુમાનજીને પીળી વસ્તુ આજે અર્પણ કરો, મનની ઉદાસીનતા દૂર થશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

