- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 12-09-2025
વાર- શુક્રવાર
મેષ - આજે પતિ પત્નીના સંબંધ વધારે મજબૂત બનાવો, હિત શત્રુઓ નુકશાન પહોચાડી શકે છે ધ્યાન રાખશો, આજે હનુમાનજીની ભક્તિમાં મીઠી વસ્તુ અર્પણ કરો.
વૃષભ - આજે હિસાબ કિતાબના કામમાં ચોકક્સ રહો, અગત્યના કામમાં મિત્રવર્ગની મદદ ચોકક્સ લો.
મિથુન - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, આજે તમારી આવકમાં પણ વધારો થશે, આજે સંતાનોને ગમતી વસ્તુ આપી ખુશ કરો.
કર્ક - ઘર પરિવારમાં આનંદ રહે, તમારી પ્રશંસા લોકોમાં થાય, આજે ગાય માતાને કઈ પણ ભોજન અવશ્ય કરાવશો.
સિંહ - તમને આજે ભાઈ બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે તમે તમારા ગુસ્સા ઉપર કાબુ મેળવો, આજે ભોજનમાં ગોળ જરૂર ખાઓ.
કન્યા - તમે તમારી વાણીથી લોકો પાસે તમારુ કામ કઢાવી શકશો, તમારી ધાર્મિકતામાં વધારો થાય, આજે સૂર્ય નારાયણનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - ઘર પરિવાર પ્રત્યે લાગણીમાં વધારો થાય, કામ કાજમાં વધારો થાય, આજે માતાજીનું સ્મરણ અવશ્ય કરવું.
વૃશ્ચિક - તમારા શત્રુઓથી સાવધાન, તમારા હિસાબ કિતાબના કામ પૂર્ણ કરો, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરશો.
ધન - આજે બાળકોની બાબતો પર ધ્યાન આપી શકશો, નોકરી ધંધામાં કામના ભાર વધે, આજે તમે વડીલ વર્ગનો સહારો લો.
મકર - લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા પર ધ્યાન આપી શકશો, આર્થિક સ્થિતિમાં સુધાર થશે, આજે ઘરમાં ધૂપ દીપ અવશ્ય કરો.
કુંભ - સમજીને કરેલું સાહસ સફળતા અપાવશે, આજે બહારના કામ પર ધ્યાન આપી શકશો.
મીન - આજે તમારી વાણીથી કામ સહેલા બનશે, સંયમી જીવન જીવવાના પ્રયાસો વધારો, તમારા કર્મનું શુભ ફળ આજે મળશે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

