- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -17-10-2025
વાર- શુક્રવાર
મેષ - તમારી આવકમાં વધારો થાય, નવું કામ અથવા કામમાં કોઈ ફેરફાર કરી શકો, આજે બાળકોને સમય આપો.
વૃષભ - ઘર પરિવારની ચિંતા રહે, નોકરી ધંધામાં પ્રગતિ સાથે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે, આજે વડીલોના આશીર્વાદ અવશ્ય લો.
મિથુન - બહારના કામોમાં તકલીફો વધે, કોઈપણ જગ્યાએથી આજે દૂર રહેવું, આજે ભાઈ બહેનોની સલાહ અવશ્ય લો.
કર્ક - ધનની સમસ્યાઓમાં રાહત મેળવવા પ્રયત્ન વધારો, શારીરિક કષ્ટ પીડામાં વધારો થાય, આજે ભક્તિમાં વધારો કરો.
સિંહ - મનમાં ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે, વાણી પર કાબુ રાખવો જરૂરી, આજે સૂર્યનારાયણનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - ખર્ચાઓનું પ્રમાણ વધશે, શત્રુઓથી સાવધાન રહેવું, આજે તમે મિત્રોની સહાય અવશ્ય લો.
તુલા - આર્થિક લાભોમાં વૃદ્ધિ થાય, સંતાનોની બાબતમાં ચિંતાઓમાં વધારો થાય, આજે પરિવારને સમય આપો.
વૃશ્ચિક - નોકરી ધંધામાં પ્રતિકૂળતા વચ્ચે પ્રગતિ કરી શકો, ઘર પરિવાર વિષયમાં ચિંતા રહે, સહકર્મી સાથે વધારે મેળ બનાવો.
ધન - આનંદમાં વધારો કરતો આજનો દિવસ, હરવા ફરવામાં સાચવવું ધ્યાન અને યોગા કરો.
મકર - બહારનું ખાવાપીવામાં સાચવવું, આર્થિક સ્થિતિ સુધરશે, મનમાં રહેલી વાત મિત્રોને શેર કરો.
કુંભ - નોકરી ધંધામાં આજે સ્ફૂર્તિ બતાવો, ભાગીદારીમાં મતભેદ ઉત્પન ન થાય સાચવવું, કામમાં વધારે સમય આપો.
મીન - કોર્ટ કચેરીના કામમાં બીજાના ભરોશે ન રહેશો, બચત ઉપર પુરુ ધ્યાન આપો, આજે નવા લોકોને મળો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

