- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 24-10-2025
વાર- શુક્રવાર
મેષ - આજના દિવસમાં તમારી તબિયતની કાળજી લેવી, તમારી વાણીનો પ્રભાવ લોકો ઉપર રહેશે, ગણેશજીનું ધ્યાન કરો.
વૃષભ - સંબંધોમાં મધુરતા આવે, અણગમતા લોકોને પણ આજે મળશો, ધંધાકીય નવી યોજનાઓ બનાવી શકો.
મિથુન - શરદી ખાંસી જેવા રોગોથી સાવધાન, પરિવાર સાથે ખર્ચના પ્રસંગો બને, આજે તમે મોસાળવર્ગથી સંપર્ક કરો.
કર્ક - આજે બાળકો સાથે મતભેદ દૂર કરો, સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો, આજે પ્રેમીજનથી મુલાકાત થાય.
સિંહ - ઘર પરિવારમાં સંઘર્ષ ન વધે ધ્યાન રાખો, કામકાજ માટે નવા પરિબળો મળશે, આજે દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.
કન્યા - આજે હરવા ફરવામાં આનંદ રહે, ખોટા સાહસથી બચો, આજે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - વાણીનો ઉપયોગ સાચવીને કરવો, આર્થિક બાબતોમાં વધારે ધ્યાન આપો, તમારી ભક્તિમાં વધારો થાય.
વૃશ્ચિક - માનસિક તણાવનો અનુભવ થાય, ખર્ચાઓ વધે, મનને સ્થિર કરી સંબંધો સુધારો.
ધન - વ્યર્થના ખર્ચાઓથી બચો, તમારી રોગ પ્રતિકારક શક્તિઓમાં વધારો થાય, આજે ગણેશજીની ભક્તિ અવશ્ય કરો.
મકર - બાળકોની બાબતમાં આજે વધારે ધ્યાન આપી શકો, લાભની આશા ઠગારી નીકળી શકે, સામાજિક કામોમાં અરુચિ ન રાખો.
કુંભ - ઘર પરિવારમાં સારો સમય આપી શકો, કામ ધંધાની ચિંતાઓ પણ રહેશે, રોકાણ માટેના નવા રસ્તાઓ સીધો.
મીન - લોકો સાથેના સંબંધો મજબૂત થાય, હરવા ફરવામાં મન લાગે નહીં, આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

