- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 08-11-2025
વાર- શનિવાર
મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને વધારે સમય આપો.
વૃષભ - આજે તમારી લાગણીના પ્રવાહને માપમાં રાખો, શારીરિક સ્વસ્થતા પાછળ મહેનત વધારો, આજે જવાબદારીઓને વધારે સમજો.
મિથુન - બાળકો પાછળ ખર્ચ વધે, તમારા વિચારોને નવું રૂપ આપો, આજે તમે તમારા પ્રેમીજનનો સંપર્ક અવશ્ય કરો.
કર્ક - ઘર પરિવાર સાથે આનંદ રહે, શારીરિક અસ્વસ્થતાનો અનુભવ પણ થાય, હાથમાં લીધેલા કામોને પૂર્ણ કરો.
સિંહ - મિત્ર વર્ગ સાથે આનંદ રહે, તમારા સાહસનું યોગ્ય પરિણામ મળે, આજે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - તમારી વાણીના પ્રભુત્વથી તમારુ કામ સરળ બને, શરીરમાં અરુચિ અને બેચેનીને દૂર કરો, આજે કોઈને સલાહ આપતા પહેલા વિચારજો.
તુલા - ભાગીદારીના કામમાં વધારો થાય, પોતાની પાછળ વધારે ધ્યાન આપવુ જરૂરી, આજે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.
વૃશ્ચિક - અરુચિ આળશને દૂર કરી કામમાં વધારે ધ્યાન આપો, બચતમાં વધારો થાય, આજે ઘરનાની સલાહથી કામ કરો.
ધન - તમારી મહેનતનું સારું પરિણામ મળે, સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય, આજે તમે કોઈને મદદ અવશ્ય કરો.
મકર - કામમાં વધારો થતા આનંદ રહે, તબિયતની કાળજી લેવી, તમારી બુદ્ધિમતાથી આજે કામ કરો.
કુંભ - આજે ઘર સાથે બહારના કામ પણ પૂર્ણ કરો, આડોશ પડોશમાં સંબંધ સુધરે, આજે તમે મિત્ર વર્ગને પણ સમય આપશો.
મીન - આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા સંઘર્ષ વધે, તમારી ભક્તિમાં વધારો થાય, ધાર્મિક પુસ્તકોનો સહારો અવશ્ય લો.

