Eid-E-Milad 2018: આજે પેગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે. આ દિવસને ઇદ- એ- મિલાદ- ઉન- નબી- અથવા ઇદ- એ- મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના અનુસાર, ઇસ્લાના ત્રીજા મહિને રબી-અલ-અવ્વલની 12મી તારીખ, 571ઇ.સ.ના દિવસે જ ઇસ્લામના સૌથી મહાન પ્રબોધકનો જન્મ થયો હતો. જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર, 2018માં 21 નવેમ્બરે ગણાય છે. તેમના જન્મની ખુશીમાં મુસ્લિમ મસ્જિદોમાં નમાજ પઢે છે. રાત સુધી મોહમ્મદ સાહેબને યાદ કરી પ્રાર્થનાઓ કરી જુલુસ કાઢે છે, તેની સાથે જ પેગંબર મોહમ્મદ સાહેબે આપેલી શિક્ષાઓ અને પેગામોને વાંચવામાં આવે છે. અહી વાંચો તેમના દરેક પવિત્ર સંદેશ વિશે...
- સૌથી સારો વ્યક્તિ એજ છે
જેનાથી માનવતાની ભલાઇ થાય છે
- જે જ્ઞાનનો આદર કરે છે
તે મારો આદર કરે છે
- વિદ્વાનની પેનની શહી
શહીદના ખૂન કરતા પણ વધું પવિત્ર છે
- ઉપાસના કરતા જ્ઞાન વધારે સારું છે
દિવસનો આધાર સંયમ છે
- જ્ઞાનને શોધનાર અજ્ઞાનીઓની વચ્ચે
તેમ જ છે જેમ મૃતની વચ્ચે જીવીત
- મજૂરને તેનું મહેનતાણું
તેના પરસેવો સુકાઇ તેના પહેલા આપી દો
- જેના હદયમાં અભિમાનનો એક કણ હોય
તો પણ તેને જન્નતમાં પ્રવેશ મળતો નથી
- જેની પાસે એક દિવસ અને એક રાતનું ભોજન હોય
તેને ભીખ માંગવાની મનાય છે
- સૌથી સારા મુસલમાનનું ઘર એ છે જ્યાં અનાથનો ઉછેર થાય છે
સૌથી ખરાબ મુસલમાનનું ઘર એ છે જ્યાં અનાથ સાથે દુવ્યવહાર કરવામાં આવે છે
- ભુખ્યાને જમવાનું આપો, બીમારની સંભાળ રાખો
જો કોઇ અયોગ્ય રીતે બંધી હોય તેને મુક્ત કરો
મુશ્કેલીમાં મુકાયેલા તમામની મદદ કરો
પછી તે મુસલમાન હોય કે ગેર મુસલમાન
- જે જ્ઞાનની શોધમાં ઘર-પરિવાર છોડે છે
તે અલ્લાના રસ્તા પર ચાલે છે
જ્યાં સુધી કે તે પરત આવે
- જે વ્યક્તિ પગ ઉપાડશે જ્ઞાન મેળવવા માટે
તેના પગ ઉપાડતા જ પહેલા ગુના માફ થાય છે
- અલ્લાહનું દરેક પ્રાણી તેનો પરિવાર છે
અલ્લાહ તેને જ સૌથી વધારે ચાહે છે