- Business
- એક ઝટકામાં ચાંદીમાં 26,000 અને સોનામાં 4,500નો ઘટાડો, જાણો શું છે કારણ?
એક ઝટકામાં ચાંદીમાં 26,000 અને સોનામાં 4,500નો ઘટાડો, જાણો શું છે કારણ?
ગુરુવાર 5 ફેબ્રુઆરીના રોજ, કોમોડિટી એક્સચેન્જ MCX પર સવારે સોના અને ચાંદીના વાયદા ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીના રોજ શરૂઆતના વેપારમાં 5 માર્ચ, 2026 ડિલિવરીવાળી MCX ચાંદીના વાયદા ભાવ લગભગ 10% ઘટીને 25,844 તૂટતા લગભગ 2,43,000 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. તો 2 એપ્રિલ 2026ના રોજ ડિલિવરીવાળા સોનાના વાયદા ભાવ 4,591 એટલે કે લગભગ 3% ઘટીને 1,48,450 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા.
આંતરરાષ્ટ્રીય બજારમાં, ગુરુવારે એક સમયે હાજર ચાંદીના ભાવ 16.6% સુધી ઘટી ગયા હતા. જોકે શરૂઆતના એશિયન વેપારના શરૂઆતી સમયમાં તે થોડા સમય માટે $90 પ્રતિ ઔંસથી ઉપર ગયો હતો, તો હાજર સોનામાં પણ ઉતાર-ચઢાવ ભરેલા વેપારમાં 3.5% સુધી ઘટાડો થયો.
સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા?
ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે, MCXએ સોના અને ચાંદીના વાયદા પર વધારાના માર્જિન લગાવવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરી, 2026 થી ચાંદી પર 4.5% અને સોના પર 1%નો વધારાનો માર્જિન લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 6 ફેબ્રુઆરી, 2026થી ચાંદી પર 2.5% અને સોના પર 2%નો વધારાનો માર્જિન ઉમેરવામાં આવશે. આનાથી ચાંદી પર કુલ વધારાનું માર્જિન 7% અને સોના પર 3% થશે. આ ઉપરાંત જિયોપોલિટિકલ તણાવમાં ઘટાડો થવાની આશા છે.
શુક્રવાર, 6 ફેબ્રુઆરીના રોજ ઓમાનમાં થનારી અમેરિકા-ઈરાન વાટાઘાટોના સમાચારથી સુરક્ષિત રોકાણની માંગ ઘટી છે. બંને દેશોના અધિકારીઓએ વાટાઘાટોની પુષ્ટિ કરી છે. જોકે, ઘણા મુખ્ય તફાવતો અત્યારે પણ જોવા મળી રહ્યા છે. અમેરિકા ઇચ્છે છે કે વાટાઘાટોમાં ઈરાનના મિસાઇલ કાર્યક્રમનો સમાવેશ થાય, જ્યારે તેહરાનનું કહેવું છે કે વાટાઘાટો તેના પરમાણુ કાર્યક્રમ સુધી મર્યાદિત રહેશે.
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું એક મુખ્ય કારણ એ પણ છે કે ગયા મહિને સોના અને ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. એવામાં, મોટા રોકાણકારો અને વેપારીઓએ પ્રોફિટ બુકિગ શરૂ કરી દીધું છે. જ્યારે વેચાણનું દબાણ વધે છે, ત્યારે ભાવમાં તેજીથી ઘટાડો થાય છે.
CME ગ્રુપે કોમેક્સ ગોલ્ડ અને સિલ્વર ફ્યુચર્સ પર માર્જિન વધારી દીધું. આનો અર્થ એ થયો કે, વેપારીઓએ હવે વધુ રોકડ બ્લોક કરવી પડશે. સટોડિયાઓએ તેમની પોઝિશન બંધ કરવી પડી છે. જ્યારે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME) કોમોડિટી ફ્યુચર્સ પર માર્જિન વધે છે, તો વેપારીઓએ સમાન એજ કોન્ટ્રાક્ટ માટે વધુ રોકડ/ગેરંટી જમા કરવી પડે છે.

