ચાંદી 20,000 સસ્તું, સોનું 4,000 ઘટ્યું; શું અચાનક ઘટાડા પાછળ ટ્રમ્પ કનેક્શન છે?

સોના અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા હતા, જે રોજ જોરદાર વધારા સાથે નવી ટોચ પર પહોંચી રહ્યા હતા. જોકે, ગુરુવારે, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીમાં ઘટાડો થયો. ફ્યૂચર્સ ટ્રેડિંગની શરૂઆતમાં, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ લગભગ 20,000 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. સોના અને ચાંદીના ભાવમાં આ અચાનક ઘટાડા પાછળ ટ્રમ્પ કનેક્શન પણ માની શકાય. ચાલો જાણીએ કેવી રીતે.

ચાલો પહેલા વાતા કરીએ MCX પર ચાંદીના ભાવમાં ઘટાડાને લઈને. બુધવારે, 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ 3,25,602 રૂપિયા પર ઝડપી ગતિએ બંધ થયો. જોકે, ગુરુવારે જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગની શરૂઆત થઈ, તો તે ગગડતા અચાનક 3,25,753 આવી ગયું. આ હિસાબે જોઇએ તો, એક જ ઝટકામાં 1 કિલો ચાંદી 19,849 સસ્તી થઈ ગઈ.

gold-silver
ndtv.com

જ્યાં એક તરફ ચાંદીના ભાવમાં ઘટાડો થયો, તો સોનું પણ જોત જોતામાં વિખેરાતું ગયું. છેલ્લા 3 દિવસથી, તેમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો, જે સતત નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બુધવારે, 5 ફેબ્રુઆરીએ એક્સપાયરીવાળા સોનાના વાયદા ભાવ 1,52,862 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા. જોકે, ગુરુવારે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ઘટીને 1,48,777 રૂપિયા પર આવી ગયો. એટલે કે સોનું પ્રતિ 10 ગ્રામ 4085 રૂપિયા સસ્તું થઇ ગયું.

હવે, સોના અને ચાંદીના ભાવમાં આ અચાનક ઘટાડા પાછળના કારણોની વાત  કરીએ તો, આ ઘટાડાનું સૌથી મોટું કનેક્શન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જોડાયેલું હોવાનું જણાય છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, ટ્રમ્પ વેનેઝુએલા, ઈરાન અને બાદ ગ્રીનલેન્ડ અંગે યુરોપ પર સતત ટેરિફ લગાવવાની વાત કહી રહ્યા છે અને ટેરિફની ચીમકી આપી રહ્યા છે.

ટ્રમ્પના આ પગલાંથી વૈશ્વિક તણાવ વધ્યો હતો, અને રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત સ્થળ તરીકે સોના અને ચાંદી તરફ વળવા લાગ્યા હતા. માંગમાં વધારો થવાને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો. પરંતુ, ટ્રમ્પે હવે આ તણાવ ઓછો કરે તેવા નિવેદનો આપ્યા છે, અને તેના કારણે સોના અને ચાંદીમાં અચાનક ઘટાડો થયો છે.

trump
bbc.com

ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ અંગે એક નવું નિવેદન આપ્યું છે, જે તાજેતરના દિવસોમાં ટેરિફ ચીમકીથી વાધેલા તણાવને ઓછું કરનારું હોય તેવું લાગે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગ્રીનલેન્ડ પર એક કરાર થશે, જે અમેરિકા અને NATO બંનેને સંતોષશે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ગ્રીનલેન્ડ પર કબજાની કાર્યવાહીથી અમેરિકામાં યુરોપિયન દેશોના રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે.

ન માત્ર ગ્રીનલેન્ડને લઈને, પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેમના સંબોધન બાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સાથેના અમેરિકાના ટ્રેડ ડીલની પણ ચર્ચા કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખૂબ સન્માન છે, તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. અને મારા મિત્ર છે. અમારી વચ્ચે શાનદાર ટ્રેડ ડીલ થવા જઇ રહી છે. તેની અસર શેરબજાર પર પણ જોવા મળી અને સોના-ચાંદીના ભાવ પર પણ જોવા મળી.

About The Author

Related Posts

Top News

ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',

અમેરિકા અને ઇઝરાયલ સાથે ફરી યુદ્વ શરૂ થવાની વધતી જતી આશંકા વચ્ચે, ઈરાનની કટ્ટરપંથી ઇસ્લામિક સરકાર અજીબોગરીબ વર્તન કરવા...
World 
ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',

અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જસપ્રીત બુમરાહને આરામ આપ્યો!

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને 3 ODI માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 6 જૂનથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ...
Sports 
અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જસપ્રીત બુમરાહને આરામ આપ્યો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-05-2026 વાર- બુધવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે

રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગે વર્ષ 2026 માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.