ટ્રમ્પની હાઇ ટેરિફની મનમાની સામે ભારત આ 3 વિકલ્પથી આપી શકે છે જડબાતોડ જવાબ

ભારત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલો વધારાનો 25 ટકા ટેરિફ બુધવારથી અમલમાં આવી જશે. તેના માટે વૉશિંગ્ટન તરફથી મંગળવારે એક ઔપચારિક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ત્યારબાદભારત પર અમેરિકાનો કુલ ટેરિફ દર વધીને 50 ટકા થઇ જશે કારણ કે આ મહિનાની શરૂઆતમાં 25 ટકાનો બેઝ ટેરિફ પહેલાથી જ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે ભારત પણ હવે એ દેશોમાં પણ સામેલ થઈ જશે, જેના પર અમેરિકાએ સૌથી વધુ ટેરિફ લગાવ્યો છે.

તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમના માટે દેશના ખેડૂતો પહેલા આવે છે. આ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વેપાર વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહોતું. તેની પાછળ એક મોટું પરિબળ એ છે કે અમેરિકા ઇચ્છે છે ભારત તેના માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલી દે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી કારણ કે તેની પાછળ દેશના ખેડૂતોનું હિત દીધી રીતે જોડાયેલું છે.

Trump3
abplive.com

હવે શું વિકલ્પ છે?

એવામાં, સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે અમેરિકાનો હાઇ ટેરિફ ભારત પર પ્રભાવી થઈ જશે તો કેન્દ્ર સરકાર પાસે તેનો સામનો કરવા માટે કયો વિકલ્પ હશે. ચાલો જાણીએ.

1. ભારત અમેરિકામાં લગભગ 87 અબજ ડૉલરની નિકાસ કરે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાના લગભગ 2.5 ટકા બરાબર છે. નવી દિલ્હી દ્વારા અમેરિકામાં નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોમાં મુખ્યત્વે લેધર, જ્વેલરી, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઓટો પાર્ટ્સ અને મરીન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, ફાર્માસ્યૂટિકલ્સ, સેમિકન્ડક્ટર અને ઉર્જા સંસાધનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી પૂરી રીતે છૂટ આપવામાં આવી છે. એવામાં, ભારતે હવે દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને આફ્રિકન દેશોમાં નિકાસ વધારવા અને અમેરિકન નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવો પડશે.

Trump2
abcnews.go.com

2. અમેરિકની હાઇ ટેરિફ બાદ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારમાં પ્રતિસ્પર્ધા કરવી અને ટકી રહેવું મુશ્કેલ થઈ જશે. કારણ કે અન્ય દેશો પર ટેરિફ દર ભારત કરતા ખૂબ ઓછા હશે. એવામાં ભારત પાસે અન્ય બજારો તરફ વળવાનો વિકલ્પ બને છે, જ્યારે બીજી તરફ, સ્થાનિક સ્તર પર ઉદ્યોગોને સબસિડી આપો. સ્થાનિક સામાનના વપરાશને પ્રોત્સાહન આપો. તેનાથી ભારતના આર્થિક વિકાસ પર અમેરિકન ટેરિફની અસર ઘણી હદ સુધી ઓછી થશે.

3. જે રીતે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે, જેના કારણે નારાજ થઈને અમેરિકાએ 25 ટકા પેનલ્ટી લગાવી છે, એવામાં ભારતે હવે રશિયન બજારમાં પોતાની ભાગીદારી વધારવી જોઈએ. રશિયા તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ભારત માટે પોતાની અર્થવ્યવસ્થા ખોલવા માટે તૈયાર છે. એવામાં ભારતે આ વિકલ્પ પર આગળ વધવું જોઈએ.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.