- Business
- સરકારે વિશ્વ વ્યાપાર સંઘ (WTO)ના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને મંજૂરી આપી
સરકારે વિશ્વ વ્યાપાર સંઘ (WTO)ના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ધ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ, જિનિવા અંતર્ગત વિશ્વ વ્યાપાર સંઘ (WTO)માં પર્મેનન્ટ મિશન ઓફ ઈન્ડિયા(પીએમઆઈ), સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લૉ (સીટીઆઈએલ) અને સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક ઈન્ટિગ્રેશન (સીટીઈઆઈ) વચ્ચેના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU)ને મંજૂરી આપી છે.
ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ, જિનિવાના સીટીઈઆઈ સાથેના MoUથી સીટીઆઈએલના કર્મચારીઓને સંશોધન તકો અને મૂલ્યવાન શિક્ષણ પ્રાપ્તિ થશે તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રોકાણ કાયદાના ક્ષેત્રમાં વાણિજ્ય વિભાગમાં પણ તક પ્રાપ્ત થઈ શકશે. આ ઉપરાંત, ડીઓસી અધિકારીઓ, સીટીઆઈએલના સંશોધકો અને શિક્ષણવિદ્દોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના સમકાલીન મુદ્દાઓની સમજ વધારવા આ MoU અંતર્ગત ક્ષમતા નિર્માણ કાર્યક્રમો અથવા પ્રવૃતિઓ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રોકાણ કાયદામાં ભારતની સ્થિતિ માટે સહયોગ નિર્માણ થઈ શકશે.
સીટીઈઆઈ સાથેના MoU અંતર્ગત પ્રસ્તાવિત સહયોગથી, સીટીઆઈએલના કર્મચારીઓ તથા વાણિજ્ય વિભાગના તથા અન્ય સરકારી એજન્સીઓનાં કર્મચારીઓ સહિત સંશોધકો તથા શિક્ષણવિદ્દોને ક્ષમતા નિર્માણ અને સંશોધન આધારિત પ્રવૃતિઓથી લાભ થશે. આ ભારતની આંતરરાષ્ટ્રીય ટ્રેડ નેગોશિયેશન્સ અને ડિસપ્યુટ સેટલમેન્ટના વિવિધ મુદ્દાઓમાં સ્થિતિ મજબૂત કરવા લાભદાયી નીવડશે.
ભારત, સ્વિત્ઝર્લેન્ડ તથા અન્ય દેશોના શિક્ષણવિદ્દો, પ્રેક્ટિશનર્સ, નિર્ણાયકો, નીતિ ઘડવૈયાઓ અને વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રોકાણ કાયદા તથા સંબંધિત ડિસિપ્લીન્સના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ટેકનિકલ અને નવીનતમ સમજ પ્રાપ્ત કરી શકશે. આ MoU ત્રણ વર્ષ માટે અમલી રહેશે.

