રેસ્ટોરન્ટાંએ સર્વિસ ચાર્જ પરત કરવો પડશે, CCPAએ દંડ ફટકાર્યો

ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલતા રેસ્ટોરાં માલિકો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. તેની સાથે જ, આ સમાચાર એ લોકો માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેઓ મોટાભાગે પરિવાર અને મિત્રો સાથે વારંવાર બહાર જમવા જાય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલીને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 27 રેસ્ટોરાં સામે સ્વતઃ ધ્યાન આપીને કાર્યવાહી કરી છે.

CCPAએ શનિવારે આ જાણકારી આપી હતી. આ રેસ્ટોરાંઓને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ગ્રાહકોને સર્વિસ ચાર્જ પરત કરવા અને તેમની બિલિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવાને અનુચિત વેપાર પ્રથા જાહેર કરવામાં આવી છે. સરકારી હેલ્પલાઇન નંબર પર ગ્રાહકોની ફરિયાદોના આધારે CCPAએ આ કાર્યવાહી કરી છે.

Restaurants1
hotelmaanresidency.com

એક સત્તાવાર નિવેદન અનુસાર, CCPAએ દેશભરમાં સ્થિત 27 રેસ્ટોરાં સામે કાર્યવાહી કરી છે. આ રેસ્ટોરાંઓએ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું અને ફરજિયાત સર્વિસ ચાર્જ જેવી અનુચિત વેપાર પ્રથાઓ અપનાવી હતી, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 2 (47) હેઠળ આવે છે.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘણી રેસ્ટોરાં કાફે બ્લૂ બૉટલ, પટના અને ચાઇના ગેટ રેસ્ટોરાં પ્રાઇવેટ લિમિટેડ (બોરા બોરા), મુંબઈ સામેલ છે. આ રેસ્ટોરાં તેમના બિલમાં ઓટોમેટિક 10 ટકા સર્વિસ ચાર્જ જોડી રહ્યા હતા. CCPAએ જણાવ્યું હતું કે તે સર્વિસ ચાર્જ લેવા બાબતે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે અને ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા અને અનુચિત વેપાર પ્રથાઓને રોકવા માટે નિયમોનું ઉલ્લંઘન કરતા રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી કરતું રહેશે.

Restaurants
theinfatuation.com

CCPAએ સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈકોર્ટના માર્ચ 2025ના નિર્ણય બાદ કોઈ બહાનું સ્વીકારવામાં નહીં આવે. કોર્ટે માન્યું કે ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો કાયદાની વિરુદ્ધ છે અને તમામ રેસ્ટોરાંએ CCPAની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા માટે ઓથોરિટી હવે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, ...
National 
ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી...
Tech and Auto 
હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 131, જે લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની હતી, તેને બુધવારે ઝુરિચ તરફ વાળવામાં આવી હતી....
World 
UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ શેરી, ચોક કે પોલીસ સ્ટેશનનો નથી, ...
National 
'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.