માત્ર 11 દિવસમાં જ પૈસા ડબલ, જાણો વર્ષ 2023ના પહેલા મલ્ટીબેગર શેરનું નામ

શેર બજારમાં ઘણા એવા મલ્ટીબેગર સ્ટોક છે જેમણે પોતાના રોકાણકારોને જોરદાર કમાણી કરાવી છે. વર્ષ 2023ની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 17 દિવસોના ટાઇમ પિટિયાદન જોઇએ તો શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપનીનો સ્ટોક આ વર્ષનો પહેલો મલ્ટીબેગર શેર સાબિત થયો છે. તેણે પોતાના રોકાણકારોના પૈસા માત્ર 11 દિવસમાં જ લગભગ ડબલ કરી દીધા છે. તેમાં છેલ્લા 3 અઠવાડિયાથી જોરદાર તેજી જોવા મળી છે. શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપનીના શેરોએ પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે.

સોમવારે આ સ્ટોકની કિંમત લગભગ 10 ટકા વધીને 231.90 રૂપિયા સ્તર પર પહોંચી ગઇ. આ ઉછાળા સાથે જ કંપનીના શેર વર્ષ 2023ના પહેલા મલ્ટીબેગર સ્ટોક બની ગયા છે. જો કે, મંગળવારે શેર બજારમાં બિઝનેસ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપનીના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. મંગળવારે લગભગ 5 ટકાના ઘટાડા સાથે 220.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

મંગળવારનો ઘટાડો છોડી દઇએ તો છેલ્લા માત્ર 11 દિવસોમાં જ આ સ્ટોકે પોતાના રોકાણકારોના પૈસા ડબલ કરવાનું કામ કર્યું છે. આ દરમિયાન શેરોએ 110 ટકા રિટર્ન આપ્યું છે. મલ્ટીબેગર સ્ટોકના રૂપમાં એ શેરને ઓળખવામાં આવે છે જે એક નક્કી અવધિમાં પોતાના રોકાણકારોને 100 ટકા કે તેનાથી વધારે રિટર્ન આપે છે. શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપનીનો સ્ટોક પણ એવો જ સાબિત થયો છે. શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપની શ્રીરામ ગ્રુપનો હિસ્સો છે અને શ્રીરામ મ્યુચ્યુઅલ ફંડના નામથી કારોબાર કરે છે.

કંપનીના સ્ટોકની ચાલ જોઇએ તો આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરી 2023ના રોજ તેની કિંમત 110.15 રૂપિયા પર હતી, જે 16 જાન્યુઆરીના રોજ 231.90 રૂપિયાના લેવલ પર પહોંચી ગઇ. આ હિસાબે જોઇએ તો જે રોકાણકારોએ તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તેના પૈસા આ અવધિમાં જ ડબલથી પણ વધારે મતલબ 2 લાખ રૂપિયાથી વધારે થઇ ગયા હશે. અઠવાડિયાના પહેલા દિવસે સ્ટોક માર્કેટ લાલ નિશાન પર બંધ થયો હતો અને સેન્સેક્સમાં 168 અંકોના ઘટાડો જોવા મળ્યો હતો. તો મંગળવારની વાત કરીએ તો સમાચાર લખવા સુધી BSEનો સેન્સેક્સ 0.65 ટકા કે 390 અંક ચડીને 60.482.99ના લેવલ પર બિઝનેસ કરી રહ્યો હતો. તો NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 0.59 ટકા કે 105.70 અંકોની તેજી લેતા 18,000.55ના સ્તર પર ટર્ડ કરી રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.