હજીરાથી હિમાલય સુધી-AM/NS ઇન્ડિયા સ્ટીલ ભારતની રેલ યાત્રાનું ભવિષ્ય લખી રહ્યું છે

જમ્મુ અને કાશ્મીરના મનોહર દૃશ્યોમાં જ્યાં આકાશને આંબતા પર્વતો નીલમણિ આકાશ સાથે મળે છે ત્યાં ભારતીય ઇજનેરીની શક્તિની નવી ગાથા લખાઈ રહી છે. આ ગાથા માત્ર કોંક્રીટ અને કેબલ્સથી નહીં પરંતુ શક્તિ અને સ્થિરતાના સાર – સ્ટીલથી રચાઈ રહી છે જે AM/NS ઇન્ડિયાના હજીરા પ્લાન્ટમાં ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ ચેનાબ પર તિરંગો લહેરાવ્યો અને પર્વતો અને ટનલ્સ વચ્ચેથી પસાર થતી ટેસ્ટ ટ્રેનમાં સવાર થઈને ભારતના પ્રથમ કેબલ-સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે વિકસિત ભારતની ભાવનાને ઉજાગર કરી જે સ્વદેશી નવીનતા અને અડગ સંકલ્પનું પ્રતીક છે.

Bridge2

ચેનાબ બ્રિજ કાશ્મીરની ખીણને દેશના બાકીના ભાગ સાથે પ્રથમ વખત ટ્રેન દ્વારા જોડે છે. આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તે પડકારજનક ભૂપ્રદેશો સામેનો અડગ અવાજ છે હિમાલયની ભવ્યતામાં ગુંજતી ભારતીય કુશળતાની સિમ્ફની છે અને તેના કેન્દ્રમાં AM/NS ઇન્ડિયાનું અજોડ યોગદાન છે.

ચેનાબ: જ્યાં હજીરાનું સ્ટીલ આકાશને સ્પર્શે છે. એક એવા પુલની કલ્પના કરો જે ચેનાબ નદીના ઘૂંઘવાતા પાણીથી 359 મીટર ઊંચે આવેલો છે. જે એફીલ ટાવર કરતાં 35 મીટર વધુ ઊંચો છે. આ છે ચેનાબ બ્રિજ મહત્વાકાંક્ષાનું સ્મારક જે ગુરુત્વાકર્ષણ અને સમયને પડકારવા માટે બનાવવામાં આવ્યું છે. આ ઇજનેરી અજાયબી માટે AM/NS ઇન્ડિયાએ 25,000 મેટ્રિક ટન ઉચ્ચ-શક્તિનું સ્ટ્રક્ચરલ સ્ટીલ સપ્લાય કર્યું જે તેની કુલ સ્ટીલ જરૂરિયાતના 70% જેટલું છે.

Bridge1

આ બ્રિજને ખાસ શું બનાવે છે?

તે માત્ર ધાતુ નથી તે એક વચન છે. લાંબુ આયુષ્ય, રસ્ટ સામે પ્રતિરોધક, ભૂકંપના આંચકાઓ સામે ટકાઉ, બ્લાસ્ટ-પ્રૂફ અને હિમાલયના કઠોર હવામાન ફેરફારોને સ્વીકારવા માટે ડિઝાઇન કરાયેલું. આ સ્ટીલથી આગળ છે તે ટકાઉપણાનો આત્મા છે જે હજીરા પ્લાન્ટમાં ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

અંજી: ભારતનો પ્રથમ કેબલ-સ્ટેય્ડ અજાયબી, ચોકસાઈથી ઘડાયેલ.

અંજી બ્રિજ નવીનતાનો ગ્રેસફુલ આર્ક, ભારતનો પ્રથમ કેબલ-સ્ટેય્ડ રેલવે બ્રિજ જે ઊંધા Y-આકારના પિલર પર 96 કેબલ્સ દ્વારા સપોર્ટેડ છે. આ આર્કિટેક્ચરલ માટે AM/NS ઇન્ડયાના હજીરા facility 100% કસ્ટમાઇઝ્ડ ફેબ્રિકેટેડ સ્ટીલ સ્ટ્રકચર્સ આશરે 7,000 મેટ્રિક ટન સપ્લાય કરીને પડકારને સ્વીકાર્યો.

Bridge3

સ્ટીલ શીટ્સ અને બીમ્સ, સર્જીકલ ચોકસાઈથી કાપવામાં આવ્યા, હેંગીંગ બ્રિજની જટિલ માંગણીઓને પૂર્ણ કરવા માટે ચોક્કસ આકારોમાં ઘડાયા. આ હજીરાની અદ્યતન ફેબ્રિકેશન સુવિધાઓનું પ્રમાણપત્ર છે જે આ જટિલ દ્રષ્ટિને જીવંત કરવા માટે ખાસ વધારવામાં આવી હતી. આ અજાયબી પર પ્રથમ લોડેડ ટેસ્ટ ટ્રેનનું સફળ ટ્રાયલ માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યું જે માત્ર બ્રિજની સફળતાજ નહીં પરંતુ તેને જન્મ આપનાર સ્ટીલની આંતરિક શક્તિને દર્શાવે છે.

Bridge

આ પુલોની ભવ્યતા તેમણે પાર કરેલા પડકારોને છુપાવે છે. રણજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, AM/NS ઇન્ડિયા કહે છે કે "આવા ભારે અને જટિલ સ્ટીલ સ્ટ્રક્ચર્સને કાશ્મીર જેવા દૂરના વિસ્તારમાં પરિવહન કરવું સરળ ન હતું.” તેમ છતાં આ કાર્ય સંપન્ન થયુ"

આ પુલો માત્ર ઇજનેરીની સિદ્ધિઓ નથી તે પ્રગતિની ધરોહર છે. કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત ટેસનનો ફ્લેગ-ઓફ થવો, 270 kmનો 6-7 કલાકનો રસ્તાનો પ્રવાસ હવે માત્ર 8 નોટની સફર છે જે કનેક્ટિવિટીને વધારે છે, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને ખીણને વધુ એકીકૃત કરે છે.

આ પ્રોજેક્ટ સરળ ન હતો અને અગાઉ ક્યારેય ન આવેલા પડકારોનો સામનો કરવો પડ્યો. જેમ વડાપ્રધાને યોગ્ય કહ્યું, “અ ચેલેન્જડ ધે ચેલેન્જેસ.” આ પુલો સ્થિરતા ના પ્રતીકોરૂપે ઉભા છે અને માત્ર પ્રદેશોને જ નહીં હૃદયોને પણ જોડે છે. કાશ્મીરિયતની ભાવનને મજબૂત કરે છે અને ‘विकसित भारत’ના મહત્વકાંક્ષી લક્ષ્યોને આગળ વધારે છે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.