ગડકરીએ હાઇવે માટેના નિયમોમાં ફેરફાર કર્યા, નવા હાઇવેની મંંજૂરી મળે પહેલા 100% જમીન સંપાદન પૂર્ણ કરવું જરૂરી અને...

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઝડપથી હાઇવે અને એક્સપ્રેસવેને બનાવવામાં આવ્યા છે. આનાથી ટ્રાફિક જામમાં રાહત મળી છે, તેની સાથે સાથે આવવા જવામાં પણ સરળતા આવી છે. જોકે, સરકારે હવે હાઇવે બાંધકામ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સને મંજૂરી મળે તે પહેલાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ કરવું આવશ્યક છે. તેમણે બતાવ્યું કે હાઇવે બાંધકામ દરમિયાન જમીન સંપાદનના મુદ્દાઓ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

Nitin-Gadkari3
msn.com

ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલય પાસે રૂ. 15 લાખ કરોડની હાઇવે સંપત્તિ છે. આ સંપત્તિઓને રોકડમાં રૂપાંતરિત કરીને, ખુબ મોટું ભંડોળ એકત્ર કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટા પડકારો જમીન સંપાદન, વન વિભાગની મંજૂરી અને પર્યાવરણીય મંજૂરી છે. કોઈપણ પ્રોજેક્ટમાં આવા અવરોધો આવવાથી કામ પૂરું થવામાં વિલંબ થઇ જાય છે. આ અગાઉ, સરકારે એક નિયમ સ્થાપિત કર્યો હતો કે, 90 ટકા જમીન સંપાદિત થયા પછી જ નવો પ્રોજેક્ટ શરૂ થવો જોઈએ. જો કે, આ નિયમ પણ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે.

Nitin-Gadkari
economictimes.indiatimes.com

નવા નિયમના અમલીકરણ અંગે, ગડકરીએ જણાવ્યું હતું કે, 100 ટકા જમીન સંપાદન ન થાય ત્યાં સુધી, 'નિયુક્ત તારીખ' એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની ઔપચારિક તારીખ આપવી જોઈએ નહીં. 'નિયુક્ત તારીખ'નો અર્થ જમીન સંપાદન અને હાઇવે બાંધકામ માટે અન્ય તમામ મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગઈ છે તેવો થાય છે. જો બધી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી બાંધકામ શરૂ થાય છે, તો તે વિવાદો ઘટાડશે અને હાઇવે બાંધકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તેની ખાતરી કરશે.

Nitin-Gadkari4
hindi.dynamitenews.com

ગડકરીએ જણાવ્યું હતું કે, DPR તૈયાર કરનારા સલાહકારો હાઇવેની નબળી ગુણવત્તા માટે જવાબદાર છે. તેમણે સૂચન કર્યું હતું કે, નિવૃત્ત NHAI અધિકારીઓએ DPR તૈયાર કરતી કંપનીઓ સ્થાપિત કરવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ. DPR કોઈપણ રોડ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હોય છે. તેમાં બધી તકનીકી, નાણાકીય અને લોજિસ્ટિકલ વિગતો આપેલી હોય છે.

About The Author

Related Posts

Top News

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા...
Business 
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, ...
આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.