આખરે કેમ ઓલા ઇલેક્ટ્રિકના શેર એક દિવસમાં 10 ટકા ભાગ્યા? શું છે કારણ

શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. કંપનીના શેર 10%ની અપરની સર્કિટે પહોંચ્યા અને 34.40 રૂપિયા પર ટ્રેડ થયા. કંપનીએ જાહેરાત કરી કે તેના સંસ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના અંગત શેરનો એક હિસ્સો વેચીને 260 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દીધું છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ગીરવે મૂકેલા 3.93% શેર હવે પૂરી રીતે રીલિઝ થઈ ચૂક્યા છે. આ પગલાથી ગીરવે મૂકેલા શેર સાથે સંકળાયેલા જોખમો દૂર થઇ ગયા છે, જેનાથી રોકાણકારોને રાહત મળી છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ એક વખતની પ્રક્રિયા હતી, જે માત્ર પ્રમોટરના વ્યક્તિગત દેવાને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. તે કંપનીના બિઝનેસ, સંચાલન અથવા ભાવિ રણનીતિ પર કોઈ અસર નહીં પડે. આ ડીલ બાદ પણ, પ્રમોટર ગ્રુપ પાસે ઓલા ઇલેક્ટ્રિકમાં 34.6% હિસ્સો છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ પગલું પ્રમોટરના હિસ્સામાં ઘટાડો અથવા કંપનીમાંથી બહાર નીકળવાનો સંકેત આપતું નથી, પરંતુ નાણાકીય વ્યવસ્થાપનનો એક હિસ્સો છે.

Ola-Electric4
financialexpress.com

ઓલા ઇલેક્ટ્રિકનો શેર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહ્યો હતો. માત્ર ત્રણ સત્રમાં 17% ઘટાડો નોંધાયો. અહી સુધી કે શેર 30.76 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પણ પહોંચી ગયા હતા. તાજેતરમાં જ, ભાવિશ અગ્રવાલે સતત 3 દિવસ પોતાના શેર વેંચ્યા, જેની કુલ કિંમત લગભગ 324 કરોડ રૂપિયા હતી. આનાથી બજારમાં ચિંતા વધી કે પ્રમોટર કંપનીથી પોતાને દૂર કરી રહ્યા હશે. જોકે, ગીરવે મૂકેલા શેર રીલિઝ થયાના સમાચાર બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ.

ઇલેક્ટ્રિક વાહન બજારમાં માંગ ધીમી પડી ગઈ છે અને પ્રતિસ્પર્ધા વધી રહી છે. સોફ્ટબેન્ક અને કેટલાક ઓટોમોટિવ ભાગીદારો જેવા મુખ્ય રોકાણકારોના બહાર નીકળવાથી રોકાણકારોની ચિંતામાં વધુ વધારો થયો છે. એવા માહોલમાં ગીરવે મૂકેલા શેર રીલિઝ થવાથી કંપની પર મોટું દબાણ ઓછું થયું છે. બજાર નિષ્ણાતો તેને ગવર્નેન્સના દૃષ્ટિકોણથી સકારાત્મક સંકેત માની રહ્યા છે.

Ola-Electric1
favouriteauto.com

ઓલા ઇલેક્ટ્રિકે પુનરાવર્તિત કર્યું કે, તેનું ફોકસ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને ક્લીન ઊર્જાને આગળ વધારવા પર છે. કંપનીનું કહેવું છે કે, પ્રમોટરનું શેર વેચાણ પૂરી રીતે વ્યક્તિગત સ્તર પર હતું અને કંપનીના સંચાલન અથવા લાંબા ગાળાની યોજનાઓ પર તેની કોઈ અસર નહીં થાય.

About The Author

Related Posts

Top News

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.