આ ભારતીય પીણામાં શું ખાસ છે? જેની અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં પણ માંગ છે

ભારતના પરંપરાગત પીણા ગોટી સોડાની માંગ વિદેશમાં પણ ખૂબ જ છે. વાણિજ્ય મંત્રાલયની એક શાખા, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળ (APEDA)એ રવિવારે જણાવ્યું હતું કે, US, UK, યુરોપ અને ગલ્ફ દેશો સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોટી સોડાની બમ્પર માંગ છે.

APEDAએ જણાવ્યું હતું કે, નવા ગોટી પોપ સોડા બ્રાન્ડ હેઠળ US, UK, યુરોપ અને ગલ્ફ દેશોમાં તેની ટ્રાયલ નિકાસ સફળ રહી છે. APEDA દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ફેર એક્સપોર્ટ્સ ઇન્ડિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારીએ ગલ્ફ ક્ષેત્રની સૌથી મોટી રિટેલ ચેઇન્સમાંની એક, લુલુ હાઇપરમાર્કેટને સતત ડિલિવરી સુનિશ્ચિત કરી છે. લુલુ આઉટલેટ્સમાં હજારો બોટલનો સ્ટોક કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Goti Soda

APEDAએ જણાવ્યું હતું કે, 'ગોટી પોપ સોડા UKમાં ઝડપથી એક લોકપ્રિય પારંપરિક પીણાં તરીકે વિકસ્યું છે, જે પરંપરાગત ભારતીય સ્વાદ અને આધુનિક સ્વાદના મિશ્રણને પસંદ કરતા ગ્રાહકોને આકર્ષિત કરે છે. આ વિકાસ વૈશ્વિક મંચ પર ભારતના સમૃદ્ધ પીણા વારસાને પ્રદર્શિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.'

આ સિદ્ધિની યાદમાં, APEDA4 ફેબ્રુઆરી 2025ના રોજ ABNN દ્વારા આયોજિત ફ્લેગ-ઓફ કાર્યક્રમને પણ ટેકો આપ્યો હતો. તેમાં ગોટી પોપ સોડાનું સત્તાવાર વૈશ્વિક લોન્ચ પણ દર્શાવવામાં આવ્યું હતું.

Goti Soda

બહુરાષ્ટ્રીય પીણા કંપનીઓના વર્ચસ્વને કારણે લગભગ લુપ્ત થઈ ગયેલી ગોટી સોડાનું પુનરુત્થાન, સ્થાનિક ખાદ્ય અને પીણા ઉત્પાદનોને પ્રોત્સાહન અને નિકાસ કરવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. APEDAએ જણાવ્યું હતું કે, આધુનિક પેકેજિંગ સાથે જૂની યાદોને જોડીને, ગોટી પોપ સોડાને વિશ્વભરના ગ્રાહકો માટે સફળતાપૂર્વક ફરીથી રજૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, APEDA17-19 માર્ચ 2025 દરમિયાન આયોજિત ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ ડ્રિંક ઇવેન્ટ (IFE) લંડન 2025માં ગોટી પોપ સોડાનું પ્રદર્શન કર્યું. APEDAએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ ભારતીય ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા, નવી વ્યવસાયિક તકો શોધવા અને વૈશ્વિક સ્તરે ભારતના વૈવિધ્યસભર કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું.

Goti Soda

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક બજારોમાં ઉત્પાદનની વધતી જતી સફળતા સાબિત કરે છે કે, સ્વદેશી ભારતીય સ્વાદ આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકે છે, જે ભારતીય નિકાસ માટે નવા માર્ગો ખોલે છે અને વૈશ્વિક ખાદ્ય અને પીણા ક્ષેત્રમાં ભારતનું સ્થાન મજબૂત બનાવે છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.