- Education
- જીવનભારતી સંસ્થામાં 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ
જીવનભારતી સંસ્થામાં 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ

સુરત શહેરમાં 78 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહેલ જીવનભારતી સંસ્થામાં એક નવતર પ્રયોગના ભાગરૂપે 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતથી માંડી સમગ્ર ભારત સુધીના કાલ્પનિક પ્રવાસ દરમિયાન નર્સરીથી માંડી શ્રેણી 12 સુધીના આશરે 580 વિદ્યાર્થીઓએ ભાગ લઈ જે તે સ્થળોની ભાતીગળ સંસ્કૃતિ અને કલા વારસો દર્શાવતી નૃત્યકૃતિઓ પ્રસ્તુત કરી.

રેકોર્ડેડ સંગીત અને તૈયાર ડ્રેસને બદલે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા જીવંત સંગીત અને કૃતિને અનુરૂપ પોતાના જ વસ્ત્રોના ઉપયોગ સાથે યોજાયેલ આ દ્વિદિવસીય કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ કામરેજ ધાતવા ગામના શ્રેષ્ઠી તેમજ વર્ષ 1946 દરમ્યાન શાળાના પ્રથમ બેચના વિદ્યાર્થી વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજા દિવસે સુરત શહેરના વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના દાતા એવા સતીશ કડીવાળા તથા રાજેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના તમામ હોદ્દેદારો વતી મંત્રીઓ અજીત શાહ તેમજ મયંક ત્રિવેદીએ શાબ્દિક આવકાર તેમજ આભારવિધિ કરી હતી.
Related Posts
Top News
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Opinion
