આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

બિહારથી એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એક વખત બિહાર શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે શરમસાર કરી દીધી છે. માતા-પિતા બાળકોને શાળાએ એટલે મોકલે છે, જેથી તેમનું બાળક ભણી-ગણીને કંઈક બની શકે, પરંતુ મુંગરની શાળામાં શિક્ષકોને ભણાવવા અને લખવાને બદલે, બાળકો પાસે પોતાની કાર ધોવડાવી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ, જિલ્લા અધિકારીએ તપાસ બાદ દોષી શિક્ષક સામે કાર્યવાહીની વાત કહી છે. ભાગલપુરની મુખેરિયા માધ્યમિક શાળા, જગદીશપુરની એક મહિલા શિક્ષક દ્વારા શાળાના બાળકો પાસે સ્કૂટી ધોવડાવ્યા બાદ મુંગર જિલ્લાની શાળામાંથી બાળકો પાસે કાર ધોડાવવાનો મામલો સામે આવ્યો છે.

bihar1
instagram.com

 

આ કાર શિક્ષક અમનદ કુમાર પોદારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં, તે બાળકો પાસે પોતાની કાર ધોવડાવતો નજરે પડી રહ્યો છે. વાયરલ વીડિયોની તપાસ કરતા, જાણવા મળ્યું કે આ વીડિયો 19 એપ્રિલનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે માધ્યમિક શાળા બહાદુરપુર (બરિયારપુર)ના વરિષ્ઠ શિક્ષક અમનદ કુમાર પોદ્દાર સ્કૂલ આવાસમાં ક્લાસના બાળકો પાસેથી પોતાની સફેદ રંગની કાર ધોવડાવી રહ્યો છે. શિક્ષક પોતે પાઇપથી કાર પર પાણી નાખી રહ્યો છે અને બાળકો તેમની કારને ઘસી-ઘસીને સાફ કરી રહ્યા છે. કોઈ બાળક કારનો કાચ સાફ કરી રહ્યું છે, કોઈ કારનું પૈડું સાફ કરી રહ્યું છે.

https://www.instagram.com/reel/DI3PyEnvHgf/?utm_source=ig_embed&ig_rid=09ca2523-406a-477e-bd09-f4e136b4e4d4

આ વીડિયો જોઈને, એ જ સવાલ ઊભો થાય છે કે બાળકોને શાળામાં ઓછું ભણાવવામાં આવે છે અને તેમની પાસે વધુ સાફ-સફાઈ કરાવવામાં આવે છે. બિહારમાં મુંગરની આ ઘટના શિક્ષણ વિભાગની સંવેદનશીલતા બતાવવા માટે પૂરતી છે. શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. ત્યારબાદ મુંગર જિલ્લા અધિકારી અવનીશ કુમાર સિંહ સાથે વાત કરવામાં આવી. તેમણે વાઇરલ વીડિયોની તપાસ કરાવવા અને દોષી શિક્ષક પર કાર્યવાહી કરાવવાની આશાવાસન આપ્યું છે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.