અવતાર 3 જોવાનું પ્લાનિંગ હોય તો પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

2009માં, જેમ્સ કેમેરોને ફિલ્મ પ્રેમીઓ માટે ફિલ્મના પડદા પર એક જાદુ બનાવી દીધો હતો, અવતાર. 'અવતાર 2'માં તે જાદુને એક એવા સંસારમાં બદલી નાખ્યો કે જે આપણા પોતાના સંસાર જેવો પરિચિત હોય. તેમાં નવા નવા તત્વો ઉમેરાતા રહ્યા હતા. કેપ્ટન જેક સલી અને નેતિરીની વાર્તા બે દુનિયાનું મિશ્રણ બની ગઈ. માનવીનો લોભ, પ્રકૃતિનું શોષણ કરીને પોતાનું જીવન લાંબુ કરવાની ભૂખ, એક નવું, ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી હતી. અને આવા જ ચહેરા સાથે, આપણે 'અવતાર 3'માં પ્રવેશ કરીએ છીએ. કેમેરોન વચન આપે છે કે, આ ફિલ્મમાં વાર્તા નિર્ણાયક વળાંક પર પહોંચવાની છે.

Avatar-35
patrika.com

'અવતાર 2'નો અંત કંઈક અંશે નિરાશ કરે તેવો હતો. જેક અને નેતિરીના સુંદર પરિવારે એક જીવન ગુમાવ્યું હતું. જેકે એક પુત્ર ગુમાવ્યો હતો. 'અવતાર 3'એ જ દુઃખથી શરૂ થાય છે. જેક અને નેતિરીનો બીજો જૈવિક પુત્ર, લોઆક, તેના મોટા ભાઈના મૃત્યુ માટે પોતાને જવાબદાર માને છે. ફિલ્મના પહેલા ભાગમાં તેનો સંઘર્ષ મુખ્ય ભૂમિકા ભજવે છે. લોઆક તેના મોટા ભાઈની જેમ યોદ્ધા બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ જેક તેને આ લાયક માનતો નથી.

કિરી નાવીઓની દેવી, આઇવા સ્વ પોતાના જોડાણ ને લઈને સંઘર્ષ કરી રહી છે. આઇવા તેની સાથે આધ્યાત્મિક રીતે જોડાતી નથી. જેક અને નેતિરીનો દત્તક લેવાયેલો માનવ પુત્ર, સ્પાઇડર, એક અલગ બાબત છે. નાવી દુનિયામાં માનવ હસ્તક્ષેપ વધી ગયો છે. સ્પાઇડર સાથે કંઈક થયું છે, જેનો માનવ સંશોધકો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા માંગે છે. સ્પાઇડરનું રહસ્ય તેમને નાવીઓની દુનિયામાં જીવનનો શ્વાસ લેવાની શક્તિ આપી શકે છે. કર્નલ ક્વારિચ હજુ પણ જેક સલીને પકડવાના મિશન પર છે.

Avatar-33
hindi.oneindia.com

અને આ બધા પ્લોટ મુદ્દાઓ વચ્ચે, નાવીયોંના નવા દુશ્મનો પણ ઉભરી આવ્યા છે, એશ લોકો. તેમની નેતા વરાંગ, નાવીયોંનો નાશ કરવા માંગે છે. આનો અર્થ એ છે કે, નાવીયોંના નેતા, જેક સલી અને તેનો પરિવાર અનેક મુદ્દાઓમાં ફસાયેલા છે. અને નાવીયોંને ઘણા બધા જોખમોનો સામનો કરવો પડે એમ છે.

ફિલ્મનો પ્રથમ ભાગ 'અવતાર 3'ને ઊંચકે છે. તેમાં ડ્રામા અને ડેવલોપમેન્ટ વધારે છે. તેથી, તેની લંબાઈ વધી જાય તે સમજી શકાય તેવી વાત છે. જો કે, વાર્તાની ગતિ આમાં અવરોધ ઉભો કરે છે. ફિલ્મનો પ્રથમ ભાગ ખૂબ ધીમો લાગે છે. વાર્તાના માનવી સાથેના જોડાણને જોડવામાં કેમેરોને થોડો વધારે સમય લીધો.

Highways1
gujaratsamachar.com

એવું લાગે છે કે, જાણે તેમણે પોતે બનાવેલી દુનિયાને દર્શાવવામાં ખૂબ ઊંડાઈમાં ડૂબી ગયા હોય. આના પરિણામે, ફિલ્મની પટકથા થોડી ધીમી પડી ગઈ. પરંતુ જ્યારે કેમેરોન શોમેનશીપનો માસ્ટર છે, ત્યારે તેની શોમેનશીપ વિશે કોણ ફરિયાદ કરી શકે? તેની દુનિયામાં હજુ પણ એવો જાદુ છે, જે તમને અવાચક બનાવી શકે છે અને તમે તમારી આંખની પાંપણ ઝબકાવવાનું ભૂલી શકો છો.

Avatar-31
lokmatnews.in

કેટલીક શક્યતાઓ ખરેખર એટલી દૂર છે કે તે ક્યારેય તમારા મગજના દૂરના ખૂણાઓને પણ પાર કરી શકતી નથી. ઉદાહરણ તરીકે, 'અવતાર 3' અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ જાય છે.

એક ખેંચાયેલા, લાંબા અને જોડવાનું ભૂલી ગયેલા પહેલા ભાગ પછી, બીજા ભાગ માટે ઘણી આશાઓ રાખવામાં આવી હતી, પરંતુ કેમેરોનનો શો ધ્યાન ખેંચવામાં નિષ્ફળ જાય છે. પટકથાના દાવ ઘણા ઓછા પડે છે. એવી આશા હતી કે તે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધ પર કંઈક ગહન ફિલસૂફી રજૂ કરશે. પરંતુ પરાકાષ્ઠાના શો એક પરિવાર સુધી મર્યાદિત રહી જાય છે.

Avatar-3
lokmatnews.in

તે ચોક્કસપણે એક શો તો છે, અને કેમેરોનની નિપુણતા તેમાં અજોડ છે. પરંતુ બીજા ભાગની શરૂઆત થયાના થોડા સમય પછી, એવું લાગે છે કે કેમેરોન પોતે જ પોતાના વડે બનાવવામાં આવેલા જાદુથી કંટાળી ગયો છે. જાણે કે તેને વચ્ચે ક્યાંક એવું લાગ્યું કે, 'મેં આની અંદર ઘણા વર્ષો કાઢી નાંખ્યા, હવે બસ તેને ખતમ કરો.' બધું જ જાણે ભાગતું હોય તેમ પસાર થાય છે, ઉકેલ લાવવા માટેની ઉતાવળ. પરંતુ 'અવતાર' ક્યારેય કોઈ પ્રશ્નનો જવાબ બનવાનું નહોતું. તે તો લોકોને માટે પ્રશ્નો છોડી જનારી હતી. 'અવતાર 3'થી એવી અપેક્ષા હતી કે તે એક વધુ મજબૂત સવાલ મૂકીને જશે. તેમ છતાં, 'અવતાર 3' તેના દ્રશ્ય શો માટે, કેમેરોનની પ્રતિભા માટે જોઈ શકાય છે. તે એટલા માટે પણ જોઈ શકાય છે કે, એક મહાન વાર્તામાં ક્યાં ભૂલ થઇ ગઈ.

About The Author

Related Posts

Top News

Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણી નવી ફિલ્મો પહેલાથી જ થિયેટરોમાં આવી ગઈ છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં...
Tech and Auto 
Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

દેશભરના લાખો સરકારી શિક્ષકો માટે એક રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી શિક્ષક પાત્રતા કસોટી (TET)...
Education 
સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.