શાહરૂખની પઠાણ સામે ધ કશ્મીર ફાઇલ્સ ટકરાશે, વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત

On

બોલીવુડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ ફરી એક વાર સિનેમાઘરોમાં લોકોને જોવા મળશે. ધ કશ્મીર ફાઇલ્સ 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટરમાં રીલિઝ થવા જઇ રહી છે. 11મી માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોના લિસ્ટમાં શુમાર થઇ ગઇ છે. ફિલ્મે બોક્સ ઓપિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી. સિનેમાઘરોમાં હિટ થવાના એક વર્ષથી પણ ઓછા સમય બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થવા માટે તૈયાર છે.

વિવેક અગ્નીહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બુધવારે આ વાતની ઘોષણા કરતા કહ્યું કે, ધ કશ્મીર ફાઇલ્સને 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવું પહેલી વખત છે કે, એક ફિલ્મ એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરીથી રીલિઝ થઇ રહી છે. વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, એ દિવસે કશ્મીરી હિંદુ નરસંહાર દિવસ છે. જો તમે બિગ સ્ક્રીન પર તેને જોવામાં ચૂકી ગયા છો તો ટિકિટ્સ અત્યારથી બુક કરાવી દો. તેની સાથે જ તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ ટ્વીટ કર્યું છે.

ધ કશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 1990ના દાયકામાં થયેલા કશ્મીર પલાયનના પીડિતોના વીડિયો અને તેમના ઇન્ટર્વ્યુ પર આધારિત હતી. તેમાં કશ્મીરી પંડિતોનો દર્દ, પીડા, સંઘર્ષ અને આઘાતને બતાવવામાં આવ્યો છે.

બોલીવુડના કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણને સિનેમાઘરોમાં આવવાના થોડા સમય પહેલા ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થઇ રહી છે. પઠાણના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શાહરૂખ ખાનના ફેન્સ પોતાના ફેવરેટ સુપરસ્ટારને ચાર વર્ષ બાદ મોટી સ્ક્રીન પર જોવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન 2018ની ફિલ્મ ઝીરો બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પદુકોણ અને જોન એબ્રાહિમ પણ પ્રમુખ ભૂમિકામાં છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.