વિજયે રશ્મિકા મંદાના સાથે ગુપ્ત રીતે કરી સગાઈ, આ દિવસે કરશે લગ્ન

અભિનેતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ચાહકોને ખુશખબર આપી છે. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, તેઓએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી. વિજય અને રશ્મિકાએ મિત્રો અને પરિવારની હાજરીમાં એકબીજાને રીંગ પહેરાવી હતી. ફેન્સ તેમને લઈને ખૂબ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈકે રશ્મિકા અને વિજયે ગીતા ગોવિંદમ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેઓ ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. જોકે બંનેમાંથી કોઈએ એકબીજાના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેઓએ ઇન્ટરવ્યુમાં ચોક્કસપણે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. તેઓ ઘણીવાર ડેટ્સ અને વેકેશન પર સાથે જોવા મળતા હતા. હવે, તેઓએ સગાઈ કરીને ચાહકોને સારા સમાચાર આપ્યા છે.

અહેવાલો મળી રહ્યા છે કે આ દંપતીએ 3 ઓક્ટોબરના રોજ વિજય દેવરકોંડાના ઘરે સગાઈ કરી હતી. ફક્ત મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. તે ખૂબ જ ઈન્ટીમેટ સેરેમની હતો. આવતા ફેબ્રુઆરી 2026 માં બંને લગ્ન કરશે. તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરશે. નોંધનીય છે કે તેઓ ફક્ત ગીતા ગોવિંદમમાં જ નહીં, પરંતુ ડિયર કોમરેડમાં પણ સાથે દેખાયા હતા.

જણાવી દઈએ કે રશ્મિકા તાજેતરમાં દુબઈના એક કાર્યક્રમમાંથી ભારત પરત ફરતી વખતે સગાઈની વીંટી પહેરેલી જોવા મળી હતી. ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે તેની અને વિજયની સગાઈ થઈ ગઈ છે, પરંતુ એવું નહોતું. બંનેએ 3 ઓક્ટોબરે સગાઈ કરી હતી. ચાહકો તેમને સતત અભિનંદન આપી રહ્યા છે. સાથે એવી પણ આશા રાખી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં સગાઈના કેટલાક ફોટા શેર કરશે. તેમને અંધારામાં રાખવામાં આવશે નહીં.

Vijay-Rashmika
divyabhaskar.co.in

વર્કફ્રંટની વાત કરીએ તો, વિજય દેવરકોંડા છેલ્લે ફિલ્મ 'કિંગડમ'માં જોવા મળ્યા હતા. થિયેટરમાં રીલિઝ થયા પછી, તે OTT પ્લેટફોર્મ પર પણ રીલિઝ થઈ હતી. જોકે, આ ફિલ્મને ચાહકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ ગૌતમ તિન્નાનુરી દ્વારા દિગ્દર્શિત એક જાસૂસી-એક્શન ફિલ્મ છે, જેમાં વિજય એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવે છે.

રશ્મિકા મંદાન્ના ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ 'થમ્મા'માં જોવા મળશે. રશ્મિકા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.