- Entertainment
- KBCમાં અશ્વિન સાથે જોડાયેલો 25 લાખ રૂપિયાનો આ સવાલ પૂછાયો, શું તમે જાણો છો?
KBCમાં અશ્વિન સાથે જોડાયેલો 25 લાખ રૂપિયાનો આ સવાલ પૂછાયો, શું તમે જાણો છો?

ટી.વી. જગતનો સૌથી લોકપ્રિય ક્વિઝ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની નવી સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સીઝનમાં પ્રતિભાગીઓને ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિમાં ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલો 25 લાખ રૂપિયાનો એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ દરેક ક્રિકેટ ફેનને સારી રીતે ખબર હતી.
‘કૌન બનેગ કરોડપતિ’ શૉના હોસ્ટ અમિતાભ બચ્ચને કન્ટેસ્ટટેન્ટને સવાલ પૂછ્યો કે એ કયો એકમાત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે પિતા અને દીકરા બંનેની વિકેટ લીધી છે? આ સવાલના ઓપ્શન હતા (A). રવીન્દ્ર જાડેજા (B). રવિચંદ્રન અશ્વિન, (C). ઈશાંત શર્મા, અને (D). મોહમ્મદ શમી. તમને જણાવી દઈએ કે આ સવાલનો સાચો જવાન B વિકલ્પ છે એટલે કે રવિચંદ્રન અશ્વિન. જમણા હાથના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ મેચમાં તેજનારાયણ ચંદ્રપોલને આઉટ કરીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
A cricket related question in KBC for 25 Lakhs#Ashwin pic.twitter.com/7hb89mOhfF
— the khabri (@vsen806) August 25, 2023
રવિચંદ્રન અશ્વિને આ અગાઉ વર્ષ 2011માં તેજનારાયણના પિતા શિવનારાયણ ચંદ્રપોલની વિકેટ પણ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 5 વખત તેની વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન પિતા-પુત્રને આઉટ કરનારો પહેલો ભારતીય અને દુનિયાનો પાંચમો ખેલાડી બન્યો હતો. આ અગાઉ આ કારનામું નસિમ અકરમ, મિચેલ સ્ટાર્ક, સાઇમ હાર્મર અને ઇયાન બોથમે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આ જ શૉના એક એપિસોડમાં યુવા બેટ્સમેન રિન્કુ સિંહ સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો બૉલીવુડ એક્ટ્રેસ સૈયામી ખેરે એકદમ સાચો જવાબ આપ્યો હતો.
રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાયેલી 2 મેચોની ટેસ્ટ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઇનિંગમાં કુલ 15 વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન એક મહત્ત્વની અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે સીરિઝ 1-0થી પોતાના નામે કરી લીધી હતી. રવિચંદ્રન અશ્વિન હાલના દિવસોમાં ક્રિકેટ એક્શનથી દૂર છે કેમ કે લિમિટેડ ઓવરોના ફોર્મેટમાં તેને હવે એટલા વધારે ચાંસ મળી રહ્યા નથી. તેને આ મહિનાના અંતમાં શરૂ થતા એશિયા કપની ટીમમાં પણ જગ્યા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરિઝ અને વન-ડે વર્લ્ડ કપમાં તેને જગ્યા મળે છે કે નહીં.