- Entertainment
- તારક મહેતા શો જેટલો પ્રખ્યાત એટલો જ વિવાદિત રહ્યો...અનેક આરોપો પર અસીત મોદીએ આપ્યો જવાબ
તારક મહેતા શો જેટલો પ્રખ્યાત એટલો જ વિવાદિત રહ્યો...અનેક આરોપો પર અસીત મોદીએ આપ્યો જવાબ

TVનું પ્રખ્યાત સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) 17 વર્ષથી ચાહકોમાં હિટ રહ્યું છે. કેટલા વર્ષોથી, આ શો સતત TRP યાદીમાં ટોચ પર રહ્યો છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો હતો જ્યારે ઘણાએ નિર્માતાઓ પર માનસિક સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો જ તે વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો.

શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે વાત કરી. શો છોડી ગયેલા કલાકારોએ અસિત પર પૈસા ન ચૂકવવાથી લઈને માનસિક ત્રાસ આપવા સુધીના તમામ આરોપો લગાવ્યા. આમાંથી કેટલાક કેસ તો કોર્ટમાં પણ ખેંચવામાં આવ્યા. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં શોના નિર્માતા અસિતે કહ્યું કે, જ્યારે લોકો તેને બદનામ કરે છે ત્યારે તેને ખરાબ લાગે છે. તેઓ આવા આરોપોથી તે ખૂબ જ પરેશાન થાય છે.

શોના નિર્માતા અસિતે કહ્યું, મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને શોને પ્રાથમિકતા આપું છું. મેં ક્યારેય કોઈ અંગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓને લઈને હું પરેશાન થઇ જાઉં છું, પરંતુ હું સ્વીકારું છું કે, આ જીવનનો એક ભાગ છે.

અસિતે આગળ કહ્યું, 'જે કલાકારો શો છોડીને ગયા છે, તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે. કોઈ વાંધો નથી. હું તેમને કંઈ કહીશ નહીં. તેમણે મારા શોમાં કામ કર્યું છે અને TMKOCની સફળતામાં તેમની પણ ભૂમિકા છે. ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હોય, પણ બધાના પ્રયત્નોને કારણે આ શો પ્રખ્યાત થયો. હું આજે શોને જે કંઈ બનાવી શક્યો છું, તે હું એકલો બનાવો શકતો ન હતો. અમે એક ટ્રેન જેવા છીએ. કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ ટ્રેન આગળ ચાલતી રહેશે. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું, કારણ કે જો હું મારા દિલમાં કોઈ ફરિયાદ રાખુ છું, તો હું ખુશ નહીં રહીશ અને લોકોને હસાવી શકીશ નહીં.'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સફળતા વિશે વાત કરતા, અસિત કુમાર મોદીએ કહ્યું, 'જ્યારે કોઈ શો લોકપ્રિય બને છે, ત્યારે તે એક ટીમ પ્રયાસ હોય છે. તેઓ બધા ખૂબ જ સખત મહેનત કરે છે. હું ખાતરી કરવાની કોશિશ કરું છું કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. હું તેમને એક રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, અને જો તેઓ તેમના કામમાં પ્રામાણિક હોય, તો મોટાભાગે સમસ્યાઓ ઊભી થતી નથી.'
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
