- Entertainment
- આ અફઘાન સુંદરી છે શિવ ભક્ત, મુસ્લિમ નામમાં 'શંકર' ઉમેર્યું અને ભારતીય છોકરા સાથે કરવા છે લગ્ન
આ અફઘાન સુંદરી છે શિવ ભક્ત, મુસ્લિમ નામમાં 'શંકર' ઉમેર્યું અને ભારતીય છોકરા સાથે કરવા છે લગ્ન
ડેટિંગ રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા 16' શરૂ થઈ ગયો છે. દેશભરમાંથી ઘણા છોકરાઓ અને છોકરીઓ પ્રેમની શોધમાં આ શોમાં જોડાયા છે. પરંતુ અફઘાનિસ્તાનથી આવેલી બ્યુટી ક્વીન સદફ શંકર હેડલાઇન્સમાં છવાઈ ગઈ છે. કારણ ખૂબ જ રસપ્રદ છે; તો ચાલો આપણે જાણી લઈએ...
સદફ અફઘાનિસ્તાનની રહેવાસી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે. સદફ એક ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. તેણે 'સ્પ્લિટ્સવિલા 16' શોમાં પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
સદફ, જે અફઘાનિસ્તાનથી આવેલી છે અને તે મુસ્લિમ છે. પરંતુ તે તેના નામની પાછળ 'શંકર' અટકનો ઉપયોગ કરે છે. આના કારણે શોના હોસ્ટ કરણ કુન્દ્રા ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગયા.
કરણે સદફને પૂછ્યું કે, તેના નામ પાછળનું રહસ્ય શું છે. તેને શંકર અટક કેવી રીતે મળી? સદફે બતાવ્યું કે તે શિવની બહુ મોટી ભક્ત છે અને ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તેથી જ તેણે તેના નામની પાછળ શંકર ઉમેર્યું છે.
કરણ કુન્દ્રા સહિત ત્યાં હાજર બધા લોકો સદફની આ વાત સાંભળીને દંગ રહી ગયા. બધાએ સદફની પ્રશંસા કરી.
https://www.instagram.com/p/DPoqbQejBpi/
મુસ્લિમ હોવા છતાં પણ, સદફ શંકર પૂજા પાઠ કરે છે અને ઉપવાસ પણ રાખે છે. તેણે પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
સદફ શંકર દિલથી એકદમ દેશી જેવી છે. તે પોતાને ભારતીય માને છે. તે કહે છે કે તે ભારતને પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, સદફ ખૂબ જ ગ્લેમરસ છે. બિકીની અને ટૂંકા ડ્રેસમાં તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સદફ સ્ટાઇલ અને સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે ખૂબ જ આત્મવિશ્વાસુ અને બોલ્ડ છે. સદફનું સ્પષ્ટ બોલવાનું લોકોના દિલ જીતી રહ્યું છે.
સદફ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. 'સ્પ્લિટ્સવિલા 16'માં દેખાયા પછી તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. સદફ શો જીતશે કે નહીં તે તો આપણે હમણાં નહીં બતાવી શકીએ. પરંતુ તેણે પહેલા જ એપિસોડથી જ લોકોના દિલ જીતવાનું શરુ કરી દીધું છે.
સદફ શંકર ઇન્સ્ટાગ્રામ પર @sadhaafshankar હેન્ડલ હેઠળ સક્રિય છે, જ્યાં તેના 162,000થી વધુ ફોલોઅર્સ છે. તેના બાયોમાં, તે લખે છે, 'હું પ્રખ્યાત છું, દુનિયાને હજુ સુધી તે ખબર નથી.' મૂળ અફઘાનિસ્તાનની, સદફ એક મોડેલ છે અને ભગવાન શિવની ભક્ત છે. તેના ફેસબુક પ્રોફાઇલ મુજબ, તેણે તાજેતરમાં જ તેની વ્યાવસાયિક મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી.
સદફ શંકર તેની પોસ્ટમાં લખે છે, 'પ્રિય શિવ, હું તમારા માટે આ ઉપવાસ કરી રહી છું. મજબૂરીથી નહીં, પરંતુ મારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી, કારણ કે મારી અંદર ક્યાંક, મેં હંમેશા તમને અનુભવ્યા છે. મારી મૂંઝવણમાં શાંત અવાજની જેમ, એક એવા ઘરની જેમ જેને મારો આત્મા ઓળખે છે.'

