- Gujarat
- અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે? સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે
અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે? સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે
અમદાવાદના રસ્તાઓ પર જાહેરમાં ડર્ટી ડાન્સ કરવાની ઘટના સામે આવી છે. આ વીડિયોએ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. વીડિયોમાં એક યુવક ગળામાં મોટી માત્રામાં સોનું પહેરીને એક છોકરી સાથે ડાન્સ કરતો જોવા મળે છે. તેના પર ડાન્સ દરમિયાન અશ્લીલ હરકત કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે જન્મદિવસ પર જાહેરમાં અશ્લીલ ડાન્સ કરવાના કેસની તપાસ શરૂ કરી દીધી છે.
અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો અમદાવાદના સરદાર નગરના કુબેર નગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં એક યુવક જાહેર રસ્તા પર એક છોકરી સાથે અશ્લીલ ડાન્સ કરતો જોવા મળે છે. તેની સાથે બીજા ઘણા યુવાનો પણ નાચતા જોવા મળે છે. આ વીડિયો મુકેશ મકવાણા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. મુકેશ મકવાણાએ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી દરમિયાન મુકેશ મકવાણા ગળામાં સોનાના ઘરેણાં પહેરીને નાચતો જોવા મળ્યો હતો. પાર્ટી દરમિયાન મુકેશ સાથે એક છોકરી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સરદાર નગર પોલીસે વીડિયોની વધુ તપાસ હાથ ધરી છે.
https://www.instagram.com/reel/DO0guiKDPjC/?utm_source=ig_web_copy_link
નવરાત્રિમાં ગરબામાં વડોદરા અને સુરતમાં જાહેરમાં અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં યુવકનો યુવતી સાથે અભદ્ર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. પાર્ટી દરમિયાન કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા છે જેની સાથે એક યુવતી પણ જ અભદ્ર ડાન્સ કરી રહી હોય તેવુ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી કરી અભદ્ર ચેનચાળા કરતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરી છે. આ મામલે પોલીસ આગામી સમયમાં ગુનો નોંધી શકે છે.
જો કે હાલતો આ વીડિયોને લઇને લોકોમાં ખાસ્સો રોષ જોવા મળી રહ્યો છે. એક યુઝર્સે લખ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર જેવું થઇ ગયું છે ગુજરાત, આવા લોકોને ત્યાં મોકલી દો તો અન્ય એક યુઝર્સે લખ્યું છે કે સમાજ કયા રસ્તે જઇ રહ્યો છે, તો એક યુઝર્સે લખ્યું છે કે આ વીડિયો તાત્કાલિક ડીલિટ કરવામાં નહીં આવે તો FIR કરવામાં આવશે.

