સુરતની આખ્સાહે U-15 મેચમાં ગોવા-સૌરાષ્ટ્ર સામે સદીઓ વીંઝી ગુજરાતને વિજય અપાવ્યો

સુરતની તેર વર્ષીય કિશોરી આખ્સાહ સોરેન્સ પરમારે રીલાયન્સ જી-1, કપ અંડર-15 આંતરરાજ્ય વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેંટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ગોવાની ટીમ સામે માત્ર 115 બોલમાં અણનમ 154 રન ફટકારીને નવા કીર્તિમાનો સ્થાપ્યા છે. આ 154 રન તેણે 25 ચોક્કાની મદદથી બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેચમાં તેણે બે કીમતી વિકેટો લઈને ગુજરાતના વિજયમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં સૌરાષ્ટ્ર સામે પણ તેણે ચાર છગ્ગા અને વીસ ચોક્કા ફટકારીને 81 બોલમાં વીજળીક 124 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ બંને મેચમાં તેણે પોતાના અદભુત પર્ફોર્મન્સ થકી પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ હાંસલ કર્યા હતા. આખ્સાહે માત્ર છ વર્ષની કુમળી ઉમરે લુર્ડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં હોકી રમવાનું શરૂ કર્યું અને સ્પોર્ટ્સ કોચ પરાગ ચંદ્રાતેની દોરવણી હેઠળ રાજય કક્ષાની ટૂર્નામેંટ અને ખેલ મહાકુંભમાં હોકીની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને તેના મક્કમ ઈરાદાઓ અને કૌશલ્યનું દર્શન કરાવી દીધું હતું. તેણે આઠ વર્ષની વયે KAPS એકેડેમીમાં કોચ વિકાસ વાડીવાળાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટના પાઠો ભણવાનું શરૂ કર્યું અને માત્ર બાર વર્ષની ઉંમરે GCA ગુજરાત ક્રિકેટ આસોસિએશન અંડર-19 સંભવિત ક્રિકેટર તરીકે પસંદગી પામી.

હાલમાં સાડાતેર વર્ષની વયે GCAના અંડર-15 ખેલાડી તરીકે પસંદગી પામીને ગત માસે અમદાવાદ ખાતે નવ દિવસના સઘન તાલીમ કેમ્પમાં ટ્રેનીંગ લઈને, ત્રીજા જ દિવસે રીલાયન્સ G-1 આંતરરાજ્ય મહિલા ક્રિકેટ ટૂર્નામેંટમાં વિજય પતાકા ફરકાવીને સિલેક્ટરોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. અભ્યાસની સાથોસાથ દરરોજ SDCI માં લાલ ભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે અને KAPS એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. આંખોમાં આઇસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત વતી રમવાનું સમણું આંજીને આ તેર વર્ષની કિશોરી દરરોજના ચૌદથી પંદર કલાક કડીતોડ પરિશ્રમ કરીને ક્રિકેટના પેસનની સાથોસાથ અભ્યાસ, સંગીત અને વાંચનના પોતાના શોખને સરખો ન્યાય આપી રહી છે. તેની પ્લેયર ઓફ મેચની સિદ્ધિ બદલ જીસીએના કોચ સ્મૃતિ સિંહ, ફાલ્ગુની, SDCIના સેક્રેટરી નૈમેષ દેસાઇ, બીસીસીઆઈના કોચ અપૂર્વ દેસાઇ, વિકાસ વાડીવાળા લુર્ડ્સ કોનવેન્ટના પ્રિન્સિપાલ રેવ બિન્ધુ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.

About The Author

Related Posts

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.