- Gujarat
- બ્રહ્માકુમારીના દાદી રત્નામોહિનીનું 101 વર્ષની વયે અમદાવાદમા નિધન
બ્રહ્માકુમારીના દાદી રત્નામોહિનીનું 101 વર્ષની વયે અમદાવાદમા નિધન

બ્રહ્માકુમારી (આબુરોડ)ના મુખ્ય વહીવટકર્તા રોજયોગિની દાદી રતનમોહિનું સોમવારે મોડી રાત્રે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 101 વર્ષની વયના હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આબુ લઇ જવામાં આવ્યો છે અને લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના નિધનને કારણે સમગ્ર બ્રહ્મકુમારી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
દાદીનો જન્મ 25 માર્ચ 1925ના દિવસે હેદ્રાબાદના સિંધમાં થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. તેમનું બાળપણનું નામ લક્ષમી હતી. 13 વર્ષની વયે તેઓ બ્રહ્માકુમારીના સંપર્કમાં આવ્યા અને બ્રહ્માકુમારીની સ્થાપનામાં તેમનો મોટો ફાળો છે.
તેમણે ભારતી મૂલ્યો અને સંસ્કૃતિના પ્રચાર માટે 70000 કિ.મી સુધીની પદયાત્રા કરી હતી અને 13 જેટલા ટ્રેકીંગ કર્યા હતા. મહિલાઓને તાલિમ આપવામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. તેમણે આખુ જીવન સેવામાં વિતાવી દીધું હતું.
Related Posts
Top News
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Opinion
