સુરતમાં શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત

સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.

સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતીઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.  
     
Eco Krantiની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવનમાં આપડે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દઈએ છીએ એ ઉપયોગથી મુક્ત કરવાની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જે માઇક્રો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીરને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવનને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા, પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીરમાં જાય છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.

26

આ અભિયાનનો હેતુ માનવ સમાજને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDPનો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.

આ મિશનની શરૂઆત સુરતથી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના SSRDP વિભાગના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરનું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, આર્ટ ઓફ લિવિંગના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Krantiની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Krantiના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગનો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.

 

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.