મોંઘવારીનો વધુ એક માર, અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો મોટો વધારો

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.3.75નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો અને કેબ ચાલકોના ખિસ્સા પર ભાર વધી જશે.

અગાઉ ગ્રાહકોને CNG માટે પ્રતિ કિલો રૂ.85.01 ચૂકવવા પડતા હતા. હવે આ ભાવવધારા બાદ ગુજરાત ગેસના CNGનો નવો દર પ્રતિ કિલો 88.76 રૂપિયા થઈ ગયો છે. કંપનીના નવા દર સોમવારની મધરાત બાદ અમલમાં આવ્યા છે. ગુજરાત ગેસના સત્તાવાર પોર્ટલ પર CNGના ભાવ ચકાસવાની સુવિધા ઉપલબ્ધ છે.

gujarat-gas
aninews.in
gujarat-gas2
aninews.in

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી સતત રહ્યા હોવાથી ઘણા વાહનચાલકો CNG વાહનો તરફ વળ્યાં હતા, પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી કંટાળીને લોકોએ CNG વાહનો ખરીદ્યા હતા. જોકે, હવે CNGના ભાવમાં પણ વધારો શરૂ થઈ ચૂક્યો છે. પહેલા અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કર્યા બાદ હવે ગુજરાત ગેસે 3.75 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરી દીધો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના પુરવઠા અને ઇનપુટ કોસ્ટમાં થયેલા ફેરફારોને કારણે ગેસ વિતરણ કંપનીઓ દ્વારા આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ ભાવવધારાથી મધ્યમ વર્ગના વાહનચાલકો, કેબ ચાલકો અને ઓટો રિક્ષા ચાલકોના માસિક બજેટ પર ભારે અસર પડશે.

ઉલ્લેખનીય કે, અદાણી ગેસે 1 ઓગસ્ટ 2026ના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ અત્યારે CNG ગેસનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

gujarat-gas
gujarati.news18.com

આ પહેલા 20 જુલાઈ 2026ના રોજ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. 27 મે 2026ના રોજ પ્રતિ કિલો 2 રૂપિયા, 16 મે 2026ના રોજ પ્રતિ કિલો 2.25 રૂપિયા અને 3 એપ્રિલ 2026ના રોજ પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરાયો હતો.

CNGના ભાવ નક્કી કરવામાં કુદરતી ગેસની કિંમત ઉપરાંત ગેસના પુરવઠા, પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચ જેવા પરિબળોની અસર રહે છે. ગેસ વિતરણ કંપનીઓના ખર્ચમાં ફેરફાર થાય ત્યારે તેની અસર ગ્રાહકોને મળતા અંતિમ ભાવ પર પડી શકે છે. લોજિસ્ટિક્સ અને ડિલિવરી વાહનોમાં વપરાતા CNGના ભાવ વધવાથી શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના સ્થાનિક પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે, જે આખરે છૂટક મોંઘવારીને વેગ આપી શકે છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.