સૃષ્ટિ રૈયાણી કેસમાં મોટો ચુકાદો આવ્યા પછી માતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા

સૃષ્ટિ રૈયાણી કેસમાં કોર્ટે આરોપી જયેશ ગિરધર સરવૈયાને ફાંસીની સજા સંભળાવી છે. જેતપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આર.આર ચૌધરીએ આ સજા સંભળાવી છે. પાંચ દિવસ આગાઉ 7 તારીખે આરોપી જયેશ સરવૈયાને દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલમાં સૃષ્ટિ રૈયાણીના માતા-પિતા તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર હર્ષ રૈયાણી પણ અન્ય પરિવારજનો સાથે આવ્યો હતો. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ રૈયાણીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

તો બીજી તરફ સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના ફરિયાદી અને સૃષ્ટિ રૈયાણીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપીને ફાંસીની જ સજા મળવી જોઇએ તે પ્રકારની માગ કરી હતી. તો સમગ્ર કેસમાં આરોપી દ્વારા જે તે સમયે હર્ષ રૈયાણીને 5 જેટલા છરીના ઘા કરવામાં આવ્યા હતા. તેણે પણ મીડિયા સાથેની વાતચીતમાં કઇ રીતે 16 માર્ચના રોજ બનાવો બન્યો હતો તેની આપવીતી જણાવી હતી.

આર.આર. ચૌધરીની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવતા ચૌધરી સાહેબ દ્વારા આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તે કેટલું ભણેલો છે? તે છેલ્લા 6 વર્ષમાં કઇ કઇ જગ્યાએ શું કામ કરતો હતો? તેમજ આરોપીના પિતા શું કામ કરે છે કઇ જગ્યાએ કામ કરે છે? આરોપીના પિતા પાસે ખેતીલાયક જમીન છે કે કેમ તે સહિતની બાબતો પર પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા એક કલાકનો સમય માગવામાં આવ્યો હતો. લગભગ 12:30 વાગ્યાની આસપાસ કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.

શું છે આખો મામલો?

16 માર્ચ 2021ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા માર્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઇ હર્ષને પણ છરીના 5 જેટલા ઘા મારવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. સૃષ્ટિ રૈયાણીની હત્યા થતા જે તે સમયે આ કેસ ન માત્ર રાજકોટ જિલ્લામાં, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ અફરાતફરી બન્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં તેમજ આરોપીને સખતમાં સખત સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.