સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, કોઝવે બંધ; ગાડીઓ ડૂબી

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું અને મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તો સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પહેલા જ વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મોરાભાગળ જેવા વિસ્તારોમાં તો ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને અવિરત વરસતા વરસાદને કારણે પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે. અશ્વિનીકુમાર ગરનાળુ પાણી ભરવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું.

સુરતમાં બપોરના 12:00 વાગ્યા સુધીમાં 7.5  ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રસ્તા છે કે નદી તે જ ન સમજ  પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાર્ક કરેલા વાહનો પણ અડધા-અડધા ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે.

rain
divyabhaskar.co.in

સુરત શહેરમાં બપોરના 12:00 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને કારણે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. વીયર કમ કોઝવે તેની સપાટીના 6 મીટર ઉપરથી વહી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરતના આંબા તલાવડી વિસ્તારમાં હાથી મંદિર રોડ અને રાશિ સર્કલવાળા રોડ પર નદીઓ વહેતી થઈ ગઈ છે. ટ્રક પણ અડધા ડૂબી જતા રોડ પર જ મૂકી દેવામાં આવ્યા છે. ટ્રક ડૂબી જવાના કારણે ટ્રકના માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડ્યા છે. અડાજણ LP સવાણી પાર્ક કેનાલ રોડ પર આવેલી કોઈ પાસે પાણી ભરાઈ જતા શાળાથી બાળકોને લઈને જતા વાલીઓ હાલાકીમાં વેઠવાનો વારો આવ્યો હતો. પિતાએ બાળકને ખભે બેસાડી વરસાદી પાણીથી બચાવ્યું હતું. એટીઆર-તત્ર સર્વત્ર પાણી ભરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે.

સુરતમાં સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારીને સ્કૂલોમાં રજા જાહેર કરવાની સૂચના આપી હતી. સ્કૂલોમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના અપાઈ છે. તો બપોર પાળીમાં રજા જાહેર કરાઈ છે.

rain
gujarati.abplive.com

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.