હીરાબાની પ્રાર્થના સભામાં માનવ મહેરામણ, નીતિન પટેલે કહ્યું- બાને બધા પ્રેમ કરતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 30 ડિસેમ્બરે પંચમહાભૂતમાં વિલિન થયા હતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે PM મોદીના જન્મ સ્થળ વડનગર ખાતે એક શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાઓ, મંત્રીઓ, કાર્યકરો, વડનગરની જનતા સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પ્રધાનમંત્રીના પરિવારજનો પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, હીરાબાના અવસાન પછી તેમના પરિવાર દ્રારા વડનગરના જવાહર નવોદય હોલ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે  કહ્યું  કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યે એમની જે ભાવના માટે જાણીતા હતા. આજે શ્રધ્ધાંજલી સભામાં હજારો લોકો તેમને વિનમ્ર શ્રધ્ધાંજલી આપવા આવી રહ્યા છે એ જ બતાવે છે કે હીરાબાને લોકો કેટલો પ્રેમ કરતા હતા.

રવિવારે સવારે શ્રધ્ધાંજલી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીનાબહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વસંતીબેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

નીતિન પટેલે કહ્યું કે આજુબાજુના ગામડાંઓમાંથી લોકો બાને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહ્યા છે. રાજકારણ અને સમાજકારણ સાથે જોડાયેલા લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

હીરાબાને શ્રધ્ધાંજલી આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્ણેશ મોદી,  પરષોત્તમ રૂપાલા,કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિત અનેક નેતાઓ પ્રાથર્ના સભામાં પહોંચ્યા છે.  હીરાબાના માનમાં વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને પ્રધાનમંત્રી મોદીના માતાને સન્માન આપીને શ્રધ્ધાંજલી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા જૂન 2022ના દિવસે 100 વર્ષ પુરા કરીને 101 વર્ષના થયા હતા. તેમને શ્વાસની તકલીફ થવાને કારણે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના  અવસાનના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. તેઓ માતાની અંતિમ વિધી માટે અમદાવાદ આવ્યા હતા અને માતાના શબને પોતે કાંધ આપી હતી.

હીરાબા દેશના પ્રધાનમંત્રીના માતા હોવા છતા તેમણે ક્યારેય રોફ ઝાડ્યો નથી, તેવો સાવ સાદાઇથી અને નાનકડાં ઘરમાં તેમનું જીવન વિતાવતા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.