સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

સુરત | ગુજરાત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English Medium College of Commerce, સુરતના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત રાષ્ટ્રીય સ્તરીય સાયબર અવેરનેસ કાર્યક્રમ તારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ SPB English Medium College of Commerce, સુરત ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ વ્યાપક કાર્યક્રમમાં પાંચ સાયબર ક્રાઇમ આધારિત પુસ્તકોનું વિમોચન, વાસ્તવિક સાઇબર ગુનાઓ પર આધારિત શોર્ટ ફિલ્મ્સનું લોકાર્પણ, તેમજ ત્યારબાદ શરૂ કરાયેલ બે દિવસીય સાઇબર સિક્યુરિટી અવેરનેસ વર્કશોપનો સમાવેશ થયો હતો. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો, વ્યાવસાયિકો, કાયદા અમલ એજન્સીઓ તથા સમાજના વિવિધ વર્ગોમાંથી વિશાળ પ્રતિસાદ મળ્યો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે  બિશાખા જૈન, IPS, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (Cyber Cell), સુરત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન  આશિષ વકીલ, ચેરમેન, સરવજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંભાળવામાં આવ્યું. ઉચ્ચ શિક્ષણ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા સંસ્થાઓ — જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) સાથે સંકળાયેલા નેતૃત્વનો સહયોગ સમાવિષ્ટ છે — આ પહેલ સાથે સંકળાયેલા રહ્યા અને કાર્યક્રમને વ્યાપક સમર્થન આપ્યું.

12

કાર્યક્રમના વિશિષ્ટ આમંત્રિતોમાં ડૉ. આશિષ પંડ્યા, ઇન-ચાર્જ પ્રિન્સિપલ, SPB English Medium College of Commerce, સુરત તથા ડૉ. ધ્રુવકુમાર ગંગડવાલા, નોડલ ઓફિસર, CAWACH સેલ, SPB English Medium College of Commerce, સુરતની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ રહી. પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ દરમિયાન ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના — આંતરરાષ્ટ્રીય સાઇબર વકીલ, ડેટા પ્રોટેક્શન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞ — દ્વારા લખાયેલા નીચેના પાંચ સાઇબર ક્રાઇમ આધારિત પુસ્તકોનું સફળતાપૂર્વક વિમોચન કરવામાં આવ્યું:
The Cyber Edge – Dark Tales of the Digital World (English)
The Cyber Edge – Dark Tales of the Digital World (Gujarati Edition)
The Decrypted Files – Cyber Stories by Cyber Doctor (English)
The Decrypted Files – Cyber Stories by Cyber Doctor (Gujarati Edition)
The Digital Prosecutor
Cyber Edge અને The Decrypted Files પુસ્તકોમાં આજના સમયના ગંભીર અને હાઇ-ટેક સાઇબર ગુનાઓને વાર્તાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમાં સાઇબર સ્લેવેરી, BLOATWARE અને પ્રી-ઇન્સ્ટોલ્ડ એપ ફ્રોડ, શેર માર્કેટ અને રોકાણ સ્કેમ, કોલ મર્જિંગ ફ્રોડ, ફેક લોન એપ્સ, CCTV હાઇજેકિંગ અને સર્વેલન્સ દુરુપયોગ, IoT આધારિત સાઇબર ગુનાઓ તથા AI અને Deep Fake આધારિત હાઇ-ટેક ફ્રોડ જેવા વાસ્તવિક કેસો સમાવિષ્ટ છે.

જ્યારે The Digital Prosecutor પુસ્તક સંપૂર્ણપણે કોર્ટરૂમ આધારિત સાઇબર કેસો પર કેન્દ્રિત છે, જેમાં બતાવવામાં આવે છે કે ડિજિટલ ગુનાઓ કેવી રીતે તપાસ સુધી પહોંચે છે, ડિજિટલ પુરાવા કેવી રીતે એકત્રિત અને વિશ્લેષિત થાય છે, ફોરેન્સિક રિપોર્ટ્સ કેવી રીતે તૈયાર થાય છે અને કોર્ટમાં ડિજિટલ એવિડન્સ કેવી રીતે ન્યાયનો આધાર બને છે.

દરેક પુસ્તકમાં Crime Section Charts, Forensic Explanation, Investigation Procedure, કાનૂની ધારાઓની સરળ સમજણ અને Digital Evidence Scenario સમાવિષ્ટ હોવાથી આ પુસ્તકોને માત્ર સાહિત્ય નહીં પરંતુ વ્યવહારુ શૈક્ષણિક માર્ગદર્શિકા તરીકે પણ વિશેષ પ્રશંસા મળી.

શોર્ટ ફિલ્મ્સ – વાસ્તવિક સાઇબર ગુનાઓની જીવંત રજૂઆત

કાર્યક્રમ દરમિયાન પુસ્તકો પરથી પ્રેરિત ચાર શોર્ટ ફિલ્મો — The Invisible Third, The Assumption Called Trust, The Planted Thought અને The Free Gift with Surcharge —નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શોર્ટ ફિલ્મો વાસ્તવિક જીવનમાં બનેલા સાઇબર ગુના પ્રસંગો પર આધારિત છે અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુનેગારો ડર, લાલચ, વિશ્વાસ અને માનસિક નબળાઇઓનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને છેતરપિંડીના જાળમાં ફસાવે છે. કોલ સ્કેમ, સાઇકોલોજિકલ સ્કેમ અને વિશ્વાસના દુરુપયોગને દૃશ્યાત્મક રીતે અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું.

ફિલ્મોની એક વિશેષતા એ રહી કે તેમાં SPB English Medium College of Commerce ના વિદ્યાર્થીઓએ સક્રિય ભૂમિકા ભજવી અને શૂટિંગ પણ કોલેજ કેમ્પસમાં જ કરવામાં આવી. ફિલ્મોનું સર્જનાત્મક દિગ્દર્શન અને દૃશ્યાવલોકન ભૌમિક ભટ્ટ અને દીપ દલાલ દ્વારા કરવામાં આવ્યું. ફિલ્મો બાદ ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના દ્વારા ગુનાની માનસિક પ્રક્રિયા, બચાવની રીતો અને જરૂરી સાવચેતી અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.

સાઇબર સિક્યુરિટી અવેરનેસ વર્કશોપ

કાર્યક્રમના ભાગરૂપે ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના અને તેમની ટીમ દ્વારા બે દિવસીય સાઇબર સિક્યુરિટી અવેરનેસ વર્કશોપનું આયોજન શરૂ કરવામાં આવ્યું. આ વર્કશોપમાં સાઇબર ગુનાઓના ટેક્નિકલ પાસાઓ ઉપરાંત માનવીય, માનસિક અને કાનૂની દૃષ્ટિકોણથી પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.

સરકારી પોર્ટલ્સ અને ફરિયાદ વ્યવસ્થા અંગે માહિતી
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકાર દ્વારા ઉપલબ્ધ સત્તાવાર સાઇબર સુરક્ષા સાધનો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. ટેલિકોમ આધારિત ફ્રોડ, ફેક કોલ્સ અને સિમ દુરુપયોગ સામે Sanchar Saathi પોર્ટલ અને હેલ્પલાઇન નંબર 1930 પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી.
આ ઉપરાંત, તમામ પ્રકારના સાઇબર ગુનાઓ માટે cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા અંગે સમજાવવામાં આવ્યું. કંપની, બિઝનેસ અને કોર્પોરેટ ફ્રોડ સંબંધિત મુદ્દાઓ માટે mca.gov.in (Ministry of Corporate Affairs) પોર્ટલના ઉપયોગ વિશે પણ જાણકારી આપવામાં આવી.

સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ સાઇબર સુરક્ષા પગલાં
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવા સાઇબર સુરક્ષા ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે: અજાણી લિંક, QR કોડ અથવા એપ્લિકેશનથી સાવચેતી Two-Factor Authentication (2FA) સક્રિય રાખવું, OTP, PIN, પાસવર્ડ અથવા CVV ક્યારેય શેર ન કરવું
જાહેર Wi-Fi પર બેંકિંગ પ્રવૃત્તિ ટાળવી, CCTV, Wi-Fi રૂટર અને IoT ઉપકરણોના પાસવર્ડ બદલી મજબૂત રાખવા, સોશિયલ મીડિયા પર અતિશય વ્યક્તિગત માહિતી જાહેર ન કરવી.

ડૉ. વકીલનાએ ભારપૂર્વક જણાવ્યું કે સમયસર ફરિયાદ, યોગ્ય સરકારી પોર્ટલનો ઉપયોગ અને મૂળભૂત સાવચેતી — આ ત્રણ બાબતો સાઇબર ગુનાઓ સામેની સૌથી મજબૂત સુરક્ષા છે.

આ સમગ્ર કાર્યક્રમને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી છે અને તેને સાઇબર સુરક્ષા, ડિજિટલ સમજ અને જવાબદાર ટેકનોલોજી ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ અને અસરકારક પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

સુરત | ગુજરાત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English...
Gujarat 
 સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત. નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન...
Gujarat 
નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.