દારૂબંધીના લીરેલીરા- ST ડેપોની ઓફિસમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક ST ડેપોની ઓફિસમાં કર્મચારીઓ બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા છે અને જાણે એવું કહેતા હોય એમ લાગે છે કે દારૂબંધીની ઐસી કી તૈસી.દારૂબંધી માટે સરકાર કડક પગલાંની જાહેરાત કરી રહી છે, પરંતુ શરાબીઓને કોઇ ફરક પડતો નથી.

વાત છે છોટા ઉદેપુરની એક  ST બસ ડેપોની. છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે અને અહીંથી ઘણી વખત વિદેશી દારૂ પોલીસ પકડે છે. પરંતુ એક વીડિયો વાયરલ થયો એની પરથી એવું લાગે છે કે કેટલોક દારૂ જિલ્લામાં પગપેસારો પણ કરી દે છે.

છોટા ઉદેપુરના બોડેલી  ST ડેપોમાં મોડી રાત્રે ડેપોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં જ બેસીને બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કર્મચારી એવું બોલી રહ્યો છે કે, આપણને તો આ પહેલેથી જ પીવાની આદત છે, પણ ખાતા ખાતા પીવાની મજા નથી આવતી.

વીડિયોમાં દેખાય છે કે ચેર પર એક ના વ્યક્તિ ખાખી કલરનું પેન્ટ પહેરીને દારૂનો ગ્લાસ ભરીને પીતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેને સાથ આપવા બીજો એક વ્યક્તિ કંઇક ખાતો હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રોજ દારૂ પકડાય છે. દરરોજ હજારો બોટલ દારૂ છોટા ઉદેપુર પોલીસ ઝડપે છે. તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને બેફીકર રીતે કોઈના ડર વગર દારૂની મહેફિલ માણે છે.

આ બાબતે  ઇન્ચાર્જ ડેપો મેનેજર એ. એચ. ચૌહાણે કહ્યુ હતું કે, ગુરુવારે બોડેલી ST ડેપોમાં કર્મચારીઓ  દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.  આના અનુસંધાનમાં જે તે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ઉપરી અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. ચૌહાણે કહ્યું કે, હાલ તો વીડિયોમાં 3 કર્મચારીઓ દેખાય છે. જેમાં 1નો ચહેરો દેખાતો નથી પણ તેની તપાસ કરીને કુલ 3 કર્મચારીઓ સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

પોલીસ ગુરુવારે મોડી રાત્રે બોડેલી સ્ટેશન પહોંચી હતી અને દારૂ પીનારા કર્મચારીઓને ઉંચકી ગઇ હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.