SGEMA દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન

સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, નિષ્ણાતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન-વિનિમય, નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે. આ કાર્યક્રમમાં 500+ વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમ તારીખ: 23 ઑગસ્ટ 2023 સ્થળ: એડવૈતા બૅન્ક્વેટ એન્ડ લોન, ડુમસ એરપોર્ટ રોડ, સુરત ખાતે સવારે 10:00 વાગ્યે થશે. કીનોટ એડ્રેસ સબ્બાસ જોસેફ આપશે, જે રાષ્ટ્રીય સ્તરે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિષ્ઠિત નામ છે. ત્યારબાદ ચાર સત્રો—સંગમ, મંથન, બજાર અને ઉત્સવ—રૂપે કાર્યક્રમ  આગળ વધશે.

SGEMAના પ્રમુખ હર્ષ ભાયાએ જણાવ્યું હતું કે “સુરત દેશના સૌથી ઝડપી ઊભરતા ઇવેન્ટ હબમાંનું એક છે. SGEMAનો પ્રયાસ છે કે અમે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને વધુ ઊંચું લઈ જઈએ, યુવાઓને મેન્ટરશિપ આપીએ અને વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટ્સ માટે લોકલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવીએ।” તેમના નેતૃત્વ હેઠળ SGEMA ઇન્ડસ્ટ્રી સહયોગ, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે.

SGEMAના ફાઉન્ડર મેમ્બર તથા SGEMA EVOLVE 2025ના ઇવેન્ટ ચેરમેન વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવ સુરતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક પગલું છે. અમારો હેતુ સ્થાનિક પ્રોફેશનલ્સને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવાનો તથા મોટા ઇવેન્ટ્સના આયોજનમાં નિપુણતા મેળવવાનો અવસર પૂરો પાડવાનો છે, જેથી તેઓ નવા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી અને નેટવર્કિંગ દ્વારા પોતાના વ્યવસાયને નવા સ્તરે લઈ જઈ શકે.

ચાર સત્રો – ચાર ફોકસ એરિયા
સંગમ: ઉદ્યોગ નિષ્ણાતો, કીનોટ સ્પીકર્સ અને પ્રોફેશનલ્સ સાથે હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ અને આઈડિયા એક્સચેન્જ.
મંથન: ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, મોટા ઇવેન્ટ્સની પ્લાનિંગ, AIનો ઉપયોગ (લાભ-ગેરલાભ), ઇવેન્ટ સેફ્ટી અને Weddings in India જેવા વિષયો પર ઊંડાણભરી ચર્ચા.
બજાર: ઝડપી વધતા ઇવેન્ટ માર્કેટ, તેની જરૂરિયાતો અને નવા બિઝનેસ મોડલ્સ પર ફોકસ.
ઉત્સવ: સમાપન ભવ્ય સમારોહ સાથે, જ્યાં પ્રતિભાગીઓ દિવસભરની શિખામણની ઉજવણી કરશે અને સહકારના નવા અધ્યાય શરૂ કરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.