- Gujarat
- સુરતની BRTS બસમાં ડીજે પાર્ટી કોણે કરી? મુંબઇથી મોડેલ બોલાવવામાં આવી
સુરતની BRTS બસમાં ડીજે પાર્ટી કોણે કરી? મુંબઇથી મોડેલ બોલાવવામાં આવી
સુરતની BRTS બસમાં ડી જે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે ભારે હોબાળો મચી ગયો છે. યુવાનોએ પાર્ટી કરવા માટે ખાસ મુંબઇથી મોડલને બોલાવી હતી.
સુરતના ONGC વિસ્તારથી સરથાણા નેચર પાર્ક સુધી 18 કિ.મી.ના વિસ્તારમાં કેટલાંક યુવાનોએ ડી જે પાર્ટી કરી હતી જેને કારણે સુરતનો રોડ 3 કલાક જામ રહ્યો હતો. મુંબઇથી ખાસ ડીજે અને મોડેલ કીબોને બોલાવવામાં આવી હતી.
સિટીલિંક ના મેનેજર પ્રવિણ પ્રસાદે કહ્યું હતું કે, અમે આ યુવાનોને 52 સપ્તાહ માટે સેફ્ટી અવેરનેસ, ઝીરો અકસ્માત પોલીસી માટે BRTS બસમાં પ્રમોશન કરવાનું કામ કર્યું હતું. વીડિયો પોસ્ટ નહીં કરવાની યુવાનોએ બાંહેધરી આપી હતી, પરંતુ હેતુ ભંગ થવાને કારણે અમે તેમને નોટીસ આપી છે અને પોલીસ ફરિયાદ કરી છે.
સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સ્પોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે , સિટીંલિંકે અમને જાણ જ નહોતી કરી એટલે બસના મેનેજર અને જે જવાબદાર હોય તેમની સામે ગુનો નોંધવો જોઇએ.
BRTS બસમાં ડી જે પાર્ટી કરનાર યુવાનો વિશે અમે માહિતી મેળવી તો જાણવા મળ્યુ કે તેઓ કિડ લોકલ કરીને એક સંસ્થા ચલાવે છે, જેમાં સુરતના કલ્ચરને પ્રમોટ કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ ગગન ઢીંગરાએ કહ્યું હતું કે, અમારો હેતુ પોઝિટીવ હતો, પરંતુ કોઇકે વીડિયો વાયરલ કરી દેતા વાતનું વતેસર થઇ ગયું.

