ટોરેન્ટ પાવરે ભાવ વધારો કર્યો, જાણો યુનિટ દીઠ કેટલો ભાવ વધ્યો

કોરોનાની મહામારીની સાથે-સાથે હવે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાંધણગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-ઉદ્યોગ ધીમે-ધીમે ચાલી રહ્યા છે. તેવામાં જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મુશ્કેલી એટલા માટે પડશે કારણ કે, ટોરેન્ટ પાવર દ્વારા એનર્જી ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર દ્વારા એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 5થી 10 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 51થી 200 સુધીના વીજ વપરાશના સ્લેબમાં એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને જે લોકો 200 યુનિટથી વધારે વીજ વપરાશ કરે છે તેમના માટે એનાથી ચાર્જમાં 10 પૈસા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. બીજી મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર હસ્તક જેટલી પણ વીજ વિતરણ કંપનીઓ છે એ વીજકંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. માત્ર ટોરેન્ટ પાવર દ્વારા જ એનર્જી ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપની ઉત્તર ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો માટે કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી.

ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના BPL કેટેગરી અને નાના રહેણાકના ગ્રાહકો કે, જેઓ દર મહિને 50 યુનિટ સુધીનો વીજ વપરાશ કરે છે તેવા ગ્રાહકોના વીજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના GLP કેટેગરીના ગ્રાહકોના વીજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ ગાંધીનગર વિસ્તારના દર મહિને 51 યુનિટી 200ના વીજ વપરાશના સ્લેબમાં એનર્જી ચાર્જમાં 5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર માટે માસિક 200 યુનિટથી વધારે વીજ વપરાશ કરતા ગ્રાહકો સહિત બાકીના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જમાં 10 પૈસા યુનિટ દીઠ વધારો કરવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે હાલ ઉનાળાની ઋતુમાં લોકોનો વીજ વપરાશ પણ વધારે હોય છે. કારણ કે બપોરના સમયે લોકો તડકાથી બચવા માટે ઘરમાં જ રહેતા હોય છે અને ઘરમાં પંખા કે, એ.સી વધારે પડતા ચાલતા હોય છે. આ કારણે લોકોનું વીજ બિલ પણ વધારે આવતું હોય છે ત્યારે ટોરેન્ટ પાવર દ્વારા યુનિટ દીઠ 5 પૈસા અને 10 પૈસાનો વધારો કરવામાં આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Related Posts

Top News

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Copyright (c) Khabarchhe All Rights Reserved.